તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્કર્ષ મંડળ નવસારીની સભા આજે શનિવારે મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી| નવસારી વિભાગમાં સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહેલી સંસ્થા ઉત્કર્ષ મંડળ એ સ્વૈચ્છિક સભ્યો દ્વારા ચાલી રહી છે. માનવ સેવા એજ પરમ ધર્મનાં સૂત્રને ચરિતાર્થ કરી વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યું છે. વસ્ત્રદાનસેતુ યોજના કાયમી ધોરણે જૂનાં સારા વસ્ત્રો પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ચારપૂલ નવસારીમાં સ્વીકારવામાં આવે છે. ટૂંક સમયમાં સરકારી નોકરીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનાં નિ:શૂલ્ક વર્ગોની શરૂઆત કરવા જઇ રહ્યું છે. ઉત્કર્ષ મંડળના સભ્યો તથા શુભેચ્છકોની એક અગત્યની સભા શનિવાર તા.6.10.2018 સાંજે 5 કલાકે પ્રજાપતિ વિદ્યાર્થીઆશ્રમ ચારપૂલ નજીક નવસારીમાં મળશે.

અન્ય સમાચારો પણ છે...