Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જીવન કૌશલ્ય વર્ધન તાલીમ શિબિર યોજાયો

નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જીવન કૌશલ્ય વર્ધન તાલીમ શિબિર યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:21 AM

નવસારી જિલ્લા નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જીવન કૌશલ્‍ય વર્ધન સાપ્‍તાહિક તાલીમ શિબિર ભકતાશ્રમ શાળાના ડાયરેકટર...

  • Navsari - નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જીવન કૌશલ્ય વર્ધન તાલીમ શિબિર યોજાયો
    નવસારી જિલ્લા નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જીવન કૌશલ્‍ય વર્ધન સાપ્‍તાહિક તાલીમ શિબિર ભકતાશ્રમ શાળાના ડાયરેકટર ધર્મેશભાઇ કાપડિયાના અધ્‍યક્ષસ્‍થાને યોજાઇ હતી. આ પ્રસંગે અધ્‍યક્ષ ધર્મેશભાઇ કાપડિયાએ જણાવ્‍યું હતું કે, આવનાર યુગમાં કૌશલ્‍ય ધરાવનાર વ્‍યકિત સાચા અર્થમાં સફળ ગણાશે. જેની પાસે કૌશલ્‍ય ન હોય તે કૌશલ્‍ય ધરાવનાર વ્‍યકિત પર સ્‍વલંબિત થઇ જશે અને ગુલામી જેવો અનુભવ કરશે. શિક્ષણની ડિગ્રી સાથે જીવન કૌશલ્‍ય પણ આત્મસાર કરવા યુવાધને સજ્જ થવું પડશે.

    કાર્યક્રમના પ્રારંભે નવસારી જિલ્લા યુવા સંયોજક મનીષાબેન શાહે જણાવ્‍યું હતું કે, સાત દિવસ ચાલનારા શિબિરની રૂપરેખાથી શિબિરાર્થીઓને માહિતગાર કર્યા હતા. ઉપરાંત તેઓ નહેરુ યુવા કેન્‍દ્રના રાષ્‍ટ્ર ઉત્‍થાનના કાર્યની પક્ષની ઓળખાણ કરાવી હતી. સમિતિ વિશેષ તરીકે ઉપસ્‍થિત પૂર્વ આચાર્ય ડો. ભટ્ટે યુવાનોને સફળતા કોને કહેવાય અને તે પ્રાપ્‍ત કરવા કેવી રીતે માંડી પડવું જોઇએ તથા જીવનમાં સાચી સફળતા કોને કહેવાય તે વિશે માહિતી આપી હતી.

    આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલે યુવાનોને શિબિરમાં ઉત્‍સાહથી જોડાવવા હાકલ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ