નવસારીમાં અંધત્વ નિવારણ પખવાડિયાની ઉજવણી થઈ

નવસારી | નવસારી રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ સંચાલિત સંત પુનિત ચક્ષુબેંક દ્વારા દર વર્ષે 25મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:21 AM
Navsari - નવસારીમાં અંધત્વ નિવારણ પખવાડિયાની ઉજવણી થઈ
નવસારી | નવસારી રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ સંચાલિત સંત પુનિત ચક્ષુબેંક દ્વારા દર વર્ષે 25મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર અંધત્વ નિવારણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે 5મી સપ્ટેમ્બરે ચક્ષુદાનનો સંદેશો વધુ અસરકારક રીતે સમાજ સુધી પહોંચે તે માટે રેલીનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ રેલીનો પ્રારંભ કર્યો હતો. રેલી સિવિલ હોસ્પિટલથી મુખ્ય માર્ગ પર થઈ ટાવરથી બનાતવાલા હાઈસ્કૂલ થઈ રોટરી ઈન્સ્ટિટ્યૂટ પર પૂર્ણ થઈ હતી. આ રેલીમાં રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન કાંતિભાઈ શાહ, મંત્રી યોગેશભાઈ નાયક, ટ્રેઝરર રણજીતભાઈ શાહ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ, ઈન્સ્ટિટ્યૂટના ડોકટરો તથા સ્ટાફ, રોટરી કલબ ઓફ નવસારીના હોદ્દેદારો, રોટેરીયનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મધુભાઈ કથિરીયા, ગણદેવી રોટરી કલબ, કે.ડી.એન. ગોહિલ એલાઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેરા મેડિકલના વિદ્યાર્થીઓ, હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીના આચાર્ય, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, નવસારી મેનેજમેન્ટના એસો.ના જીજ્ઞેશભાઈ દેસાઈ અને શહેરની 8 જેટલી અગ્રણી સંસ્થાઓ વગેરે ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી. રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટના મંત્રીએ ચક્ષુદાન પ્રવૃત્તિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ચક્ષુઓની જરૂરિયાત સામે ચક્ષુઓની પ્રાપ્તિ ઘણી ઓછી છે.

X
Navsari - નવસારીમાં અંધત્વ નિવારણ પખવાડિયાની ઉજવણી થઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App