કાંકરીયા આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી થઈ

નવસારી | મુનસાડ કાંકરીયા આંગણવાડી કેન્દ્રમાં પોષણ અભિયાનને પોષણ તહેવાર બનાવી મમતા દિવસે દરેક ઘર પોષણ તહેવારની...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:20 AM
Navsari - કાંકરીયા આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી થઈ
નવસારી | મુનસાડ કાંકરીયા આંગણવાડી કેન્દ્રમાં પોષણ અભિયાનને પોષણ તહેવાર બનાવી મમતા દિવસે દરેક ઘર પોષણ તહેવારની ઉજવણી કરાઈ હતી. આઈસીડીએસના સીડીપીઓ ઝમીબેન પટેલ, સુપરવાઈઝર વિમળાબેન પટેલ, મુનસાડ પ્રા.આ.કેન્દ્રના ફીમેલ હેલ્થવર્કર જે.ડી. ટંડેલ સાથે આશાવર્કર, આંગણવાડી વર્કર બહેનો સહિત સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ, ગામની બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ ઉજવણીમાં આરોગ્ય પોષણ વિશે સમતોલ આહાર ઘરમાં કેવી રીતે બનાવવોω વિવિધ પ્રકારના અનાજ કઠોળનું મિશ્રણ કરી વાનગી બનાવવી, ફણગાવેલા કઠોળ સહિત લીલા પાંદડાના શાકભાજીનો ઉપયોગ વધારવા સમજ આપી હતી.

X
Navsari - કાંકરીયા આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી થઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App