તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ભાસ્કર િવશેષ | બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરાયું, નવસારી જિલ્લામાં જન્મ દર એક હજાર પુરુષ દર સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરાયું, નવસારી જિલ્લામાં જન્મ દર એક હજાર પુરુષ દર સામે 847 સ્ત્રી દર છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીજિલ્લામાં સેકસ રેશિયાની સમાનતા જાળવવા લોકજાગૃતિ અભિયાન બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનનો કલેકટર રવિ કુમાર અરોરાએ જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના અંતરિયાળ વાંસદા તાલુકા માનકુનિયા અને નીરપણ ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. કલેકટરે સેકસ રેશિયાની સમાનતા માટે લોકોને આગળ આવવા અનુરોધ કરી, જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કલેકટર જલાલપોરના ટંકોલી ગામે બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાનમાં જોડાયા હતા.

કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા દર અને સેકસ રેશિયાની સમાનતા માટે પસંદ થયેલા ગામોમાં બે માસ દરમિયાન એક વિશેષ પ્રોજેકટ દ્વારા અભિયાન શરૂ કરાયું છે. અભિયાનમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા છે. આશાવર્કરો, આંગણવાડી વર્કરો સાથે આરોગ્યશ વિભાગની કામગીરીમાં મહત્વજની ભુમિકા રહેશે. જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ પ્રોજેકટને સફળ બનાવવા જુદા જુદા વિભાગના અધિકારીઓ ભાગીદાર બની સફળ બનાવવામાં આવશે તેમ જણાવ્યુ હતું. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.કન્નરે બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાનની રૂપરેખા આપી હતી. આરોગ્ય વિભાગના એનએફએચએસના વર્ષ 2015-16ના આંકડા અનુસાર નવસારી જિલ્લામાં જન્મ દર એક હજાર પુરુષ દર સામે 847 સ્ત્રી દર છે. વર્ષ 2001વસતિ ગણતરી મુજબ 0થી6 વર્ષ સુધીનોસ્ત્રી સેકસ રેશિયો 915 હતો, જે વર્ષ 2011 માં 923 થયો છે. જે વધારો દર્શાવે છે.

નવસારી જિલ્લા આરસીએચો ડો.સુરેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર નવસારી જિલ્લામાં જે ગામોમાં સેકસ રેશિયો વધુ છે, તેવા ગામોમાં સ્ત્રી સાક્ષરતા દર ઓછો છે.જયારે સ્ત્રી સાક્ષરતા દર વધુ છે, તે ગામોમાં સેકસ રેશિયો ઓછો છે. સમાનતા લાવવા વહીવટીતંત્રના સથવારે આરોગ્ય વિભાગ દ્વારા એક પ્રોજેકટ અમલી બનાવવા પહેલ કરી છે. ગામોમાંસ્ત્રી સાક્ષરતા દરમાં વધારો કરવો અને 0થી 6 વર્ષના બાળકોમાંસ્ત્રી બાળકનો જન્માદર વધારવો. જેના માટે કિશોરીઓ, 15થી 49 વર્ષની મહિલાઓને જાગૃતિ કરીને વિશેષ પ્રાધાન્યે આપવામાં આાવશે. ડૉ. જૈનના જણાવ્યાી અનુસાર પ્રોજેકટને સફળ બનાવવા સરકારના વિવિધ વિભાગોનો સહયોગ લેવામાં આવશે.

નવસારી જિલ્લામાં સેક્સ રેશિયોની સમાનતા માટે પ્રોજેકટ શરૂ કરાયો હતો.

નવસારીમાં સેક્સ રેશિયોની સમાનતા પ્રોજેકટ શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો