તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી મામલતદાર કચેરીમાંં નાણાં લઈ રેશનકાર્ડ અપાયાની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી મામલતદાર કચેરીમાંં નાણાં લઈ રેશનકાર્ડ અપાયાની ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીશહેર મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ બનાવવા માટે નાણાં આપવા છતાં રેશનકાર્ડ મળ્યાની લેખિત ફરિયાદ કલેકટરમાં કરી છે.

નવસારીના જલાલપોર વિસ્તારમાં દેસાઈ તળાવની પાળ ઉપર કેટલાક લોકો રહે છે. અહીં રહેતા કેટલાક લોકોએ આજે મંગળવારે જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી. લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની પાસે રેશનકાર્ડ હોવાથી સરકારી અનાજ મળતું હતું જેથી અનાજ મળે તે માટે રેશનકાર્ડ કઢાવવા શહેર મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી ત્યાં એક કર્મચારીએ ફોર્મ ભરો તો કાર્ડ બનાવી આપીશ એમ જણાવ્યું હતું.

રેશનકાર્ડ કઢાવવા માટે રૂ. 1500નો ખર્ચ થશે એમ જણાવાતા વ્યક્તિદીઠ રૂ. 1500 પણ આપ્યા હતા. અહીં નાણાં આપતા 90થી વધુ અરજદારોના ફોર્મ ભરીને આપ્યા હતા. આજથી સાત મહિના અગાઉ રેશનકાર્ડના ફોર્મ આપ્યા છતાં હજુ રેશનકાર્ડ મળ્યા નથી. જેની પૂછતાછ કરતા રેશનકાર્ડનો ઓર્ડર આવ્યો નથી એમ જણાવાય છે. આમ રેશનકાર્ડ માટે નાણાં લઈ હજુ સુધી કાર્ડ આપતા જલાલપોરના કેટલાક રહીશોએ કલેકટરને લેખિત રજૂઆત કરી તપાસ કરાવવા માગ કરી છે.

ફોર્મ ભરી 90 અરજદારોએ કાર્ડદીઠ રૂ. 1500 આપ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો