તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં તાપમાન 37 ડિગ્રી થતાં બપોરે ગરમીમાં વધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં તાપમાન 37 ડિગ્રી થતાં બપોરે ગરમીમાં વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંઆજે મંગળવારે બપોરે તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચતા ગરમીમાં વધારો થયો હતો.

નવસારી પંથકમાં પુન: તાપમાન વધવાનુ શરૂ થયું છે. રવિવારે બપોરે તાપમાન 33 ડિગ્રી નોંધાયા બાદ ગઈકાલે રવિવારે તેમાં વધારો થઈ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું હતું. આજે મંગળવારે પણ તાપમાનમાં વધારો થયો હતો. બપોરના સમયે પારો 37 ડિગ્રીએ પહોંચ્યો હતો. તાપમાન 37 ડિગ્રી થતા લોકોએ ઉનાળાની ગરમીનો અનુભવ કર્યો હતો.

આજે જોકે સવારના સમયે લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી (સોમવારે 21 ડિગ્રી) નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 77 ટકા અને બપોરે 20 ટકા રહ્યું હતું. પવન સરેરાશ 5.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાનો રહ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી કરી છે ત્યારે નવસારીમાં પારો ક્યાં સુધી જાય જોવું રહ્યું !!! હાલ ત્રણ દિવસથી તાપમાનમાં ઉતરોઉત્તર વધારો નોંધય રહ્યો છે.

મંગળવારે બપોરે ભેજનું પ્રમાણ ઘટી 20 ટકા રહ્યુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો