તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારીમાં કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન શરૂ કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન શરૂ કર્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાગ્રામ વિકાસ એજન્સી સંલગ્ન યોજનાઓમાં કામ કરતા કોન્ટ્રાકટ આઉટસોર્સના કર્મચારીઓએ મંગળવારે પોતાની માંગના સમર્થનમાં નવસારીમાં ધરણાં પ્રદર્શન કર્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંલગ્ન યોજનાઓ જેવી કે મનરેગા, સ્વચ્છ ભારત અભિયાન, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વોટરશેડ વગેરેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. કર્મચારીઓમાંથી મોટાભાગના કર્મચારીઓ કોન્ટ્રાકટ-આઉટસોર્સથી લેવાયેલા છે. કર્મચારીઓને અપૂરતું (ઓછુ) વેતન અપાતા આંદોલન શરૂ કર્યું છે. સમાન કામ સમાન વેતનની માગ સાથે ત્રણેક દિવસથી કર્મચારીઓએ હડતાળ પાડી ફરજ ઉપર જતા નથી.

આજે મંગળવારે આંદોલનના ચોથા દિવસે પણ કર્મચારીઓએ હડતાળ જારી રાખી હતી. વધુમાં મંગળવારે તો જૂનાથાણા સ્થિત જૂના કલેકટરાલયના કંપાઉન્ડમાં મંડપ બાંધી ધરણાં પ્રદર્શન પણ કર્યું હતું. કર્મચારીઓએ પોતાની માગના બેનરો સાથે દિવસ દરમિયાન ધરણાં કર્યા હતા. હડતાળ ઉપરના કર્મચારીઓએ પોતાની માગ સંતોષાય ત્યાં સુધી આંદોલન જારી રાખવાની મક્કમતા દર્શાવી હતી. અહી ઉલ્લેખનીય છે કે 250 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર જતા અનેક સરકારી યોજનાના કામ ખોરવાયા હતા.

નવસારીમાં ધરણાં ઉપર બેસેલા કર્મચારીઓ. તસવીર-રાજેશરાણા

માંગ સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની કર્મચારીઓએ મક્કમતા દર્શાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો