તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ભાસ્કર િવશેષ | નહેરને બંધ રાખી હાલમાં રિપેરીંગ કરવામાં આવ્યું હતુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | નહેરને બંધ રાખી હાલમાં રિપેરીંગ કરવામાં આવ્યું હતુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગામડાનાછેવાડેના ખેડૂતોને સિંચાઈ વિભાગ દ્વારા નહેર વાટે પાણી મેળવતા ખેડૂતો યોગ્ય ખેતીપાકો કરી શકે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાકી નહેરો સરકાર દ્વારા બનાવવામાં આવીને માંડ મહિનો થયો નથી. અમલસાડ માઈનોર નહેરમાં તિરાડ પડી છે.

અમલસાડ માઈનોર નહેર સાથે નવસારી જિલ્લામાં સિંચાઈ વિભાગની અનેક નહેરો પાકી બનાવવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાતા બે ત્રણ મહિના ખેડૂતોએ પાણી વિના વંચિત રહેવું પડ્યું હતું. આથી ખેડૂતોને ખેતીપાકોમાં પાણી વિના નુકસાન વેઠવાના દિવસો પણ જોવા પડ્યા હતા. ખેડૂતોએ પણ ભવિષ્યમાં ખેતીપાકો માટે સારી વ્યવસ્થા રહેશે એવા ઉદ્દેશથી બે ત્રણ મહિના ખેડૂતોએ ધીરજ રાખી હતી.

અમલસાડ માઈનોર નહેરની પાકી નહેર બનાવવાની કામગીરી બાબતે કામમાં વેઠ ઉતારાઈ રહ્યાની બૂમો પડી હતી અને ખેડૂતોએ અમલસાડના સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારી એસઓ કૃણાલ મિસ્ત્રીને બાબતે વાકેફ કર્યા હતા. હાલ મહિનામાં નહેરમાં તિરાડો પડતા પાકી નહેરમાં વપરાયેલ મટિરિયલ સામે આંગળી ચીંધાઈ છે.

બાબતે અમલસાડ સિંચાઈ વિભાગના એસઓ કૃણાલ મિસ્ત્રીને પૂછતાં તેમણે જણાવ્યું કે નહેર ઉપરથી પસાર થતા રસ્તા ઉપરથી વાહનોની અવરજવરના કારણે પાકી નહેરમાં તિરાડો પડવાની વાતો કરી હતી અને પાણી બંધ થયા પછી પડેલી તિરાડોની મરામત કરવાની વાત જણાવી હતી.

અમલસાડ માઈનોર નહેરમા પડેલી તિરાડો. તસવીર- નિલેશ પટેલ

અમલસાડ માઈનોર નહેરમાં તિરાડો પડી ગઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો