તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ભાસ્કર િવશેષ | કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે મહિલા દિવસની અનોખી ઉજવણી, 1 હજારથી વધુ મહિલાઓનો મેળાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે મહિલા દિવસની અનોખી ઉજવણી, 1 હજારથી વધુ મહિલાઓનો મેળાવડો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીકૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લાની એક હજાર ઉપરાંત મહિલાઓનો અનોખો મેળાવડો યોજાયો હતો.દક્ષિણ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીના ખેડૂતોના સાથેનો સંયોગના કારણે કૃષિક્રાંતિ આવી છે. જેમાં મહિલા કૃષિકારોનો મહત્વનો ફાળો રહ્યો છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવા વિશ્વ મહિલા દિન ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલનમાં ખેતી,પશુપાલન ક્ષેત્રે અગ્રેસર મટવાડના કેસીબેન પટેલ, ચૌંઢાના પ્રેમીલાબેન ગાંવિત, આટના રેખાબેન પટેલ, અબ્રામાના બેલાબેન પટેલ, વાંગણના અલ્પ નાબેન પટેલનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલા મહિલા સંમેલનમાં નવસારી જિલ્લાની મહિલા કે મહિલા મંડળો કે જેઓ કૃષિ પેદાશનું મુલ્યવવર્ધન કરી વેચાણ કરી રોજગારી મેળવે છે તથા મહિલા પોતે પોતાના ૫ગ ૫ર ઉભા રહી વ્યવસાય સંભાળે છે. તેઓ પોતાની ચીજવસ્તુ્ઓનું વેચાણ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સ્ટોલમાં નાગલીની બનાવટો, મધ, ઓર્ગેનિક શાકભાજી, ઓર્ગેનિક ફુડ, આયુર્વેદિક દવાઓ વગેરે ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું.

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.જે.ડાંગરીયાએ જણાવ્યું હતું કે, સમાજને સશકત કરવાનો મદાર મહિલાઓ પર છે. સમાજનો પ્રથમ શિક્ષક મહિલા છે, અનુસંધાન પાના નં. 2

નવસારી કૃષિ યુનિ. ખાતે મહિલા દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા મહિલાઓ તેમજ વિવિધ ચીજવસ્તુના સ્ટોલ નિહાળી રહેલા મહાનુભાવો. તસવીર-રાજેશરાણા

ગ્રામીણ મહિલામાં આવેલી જાગૃતિ સમાજ પરિવર્તનની લહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો