તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ટેન્કરચાલકે કારને અડફેટે લેતાં કારચાલક સહિત બેને ઈજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેન્કરચાલકે કારને અડફેટે લેતાં કારચાલક સહિત બેને ઈજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલહાઈવે નં. 8 ઉપર અષ્ટગામની હદમાં ટેન્કર ચાલકે કારને અડફેટે લેતા બે જણાંને ઈજા પહોંચી હતી. ઘટનામાં કારને ભારે નુકસાન થતા કારચાલકે ટેન્કરચાલક વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ને.હા.નં. 8 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર અષ્ટગામની હદમાં એક ટેન્કર ટ્રક (નં. જીજે-19-યુ-4192)ના ચાલકે પોતાના કબજાનું ટેન્કર પૂરપાટ ઝડપે હંકારી ફોર વ્હિલ ગાડી (નં. જીજે-15-બીબી-3855)ને ટક્કર મારી દીધી હતી.

17મી માર્ચે સાંજે 4 કલાકની આસપાસ ઘટના ઘટી હતી. અકસ્માતમાં કારના ચાલક દિવ્યેશ પ્રભુભાઈ પટેલ (રહે. ફલધરા, વલસાડ)ને ઈજા પહોંચી હતી. તેમની સાથે બે જણાંને ઈજા પહોંચી હતી.

ઘટનામાં કારનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે કારમાં બેસેલાઓનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત પગલે દિવ્યેશ પટેલે ઘટનાની ટેન્કર ચાલક રમેશચંદ્ર યાદવ વિરૂદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નેશનલ હાઇવે પર અષ્ટગામ પાસે અકસ્માત થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો