તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • સરપોરમાં વાન અને બાઇકના અકસ્માતમાં એકને ઇજા પહોંચ્ી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરપોરમાં વાન અને બાઇકના અકસ્માતમાં એકને ઇજા પહોંચ્ી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીતાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં આવતા સરપોર ગામની વાનચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ વાનચાલક ઘટનાસ્થળેથી ફરાર થતા ઈજાગ્રસ્તના પિતાએ ઘટનાની ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સરપોર ગામની હદમાંથી પસાર થઈ રહેલી એક વાન ગાડી (નં. જીજે-5-યુયુ-4264)ના ચાલકે પોતાના કબજાની વાન પૂરપાટ ઝડપે હંકારી રોડ પર આગળ ધસી રહેલી બાઈકને અડફેટે લીધી હતી. આથી બાઈક પર સવાર અશ્વિનભાઈ લલ્લુભાઈ નાયકા (ડભલાઈ, તા.જિ. નવસારી)નો દીકરો વિજય રોડ પર ફસડાઈ પડ્યો હતો. તેને રોડ પર પડતા કાન તથા જમણા હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ વાનચાલક ઘટનાસ્થળે ઉભા રહેવાની જગ્યાએ ઘટનાસ્થળેથી ફરાર થઈ જતા અકસ્માત અંગે ઈજાગ્રસ્ત વિજયના પિતા અશ્વિનભાઈએ ગ્રામ્ય પોલીસ મથકમાં વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વાનચાલક અકસ્માત કરી ભાગી ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો