તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • જલાલપોર તાલુકાના મટવાડ ગામે જિંગાના તળાવ મુદ્દે ચપ્પુથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલાલપોર તાલુકાના મટવાડ ગામે જિંગાના તળાવ મુદ્દે ચપ્પુથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના મટવાડ ગામે જિંગાના તળાવ બાબતે ઢીક્કમુક્કીનો માર મારી ચપ્પુ વડે ઘા કર્યાની ફરિયાદ જલાલપોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અંગે મળતી માહિતી અનુસાર જલાલપોર તાલુકાના મટવાડ ગામે જિંગાના તળાવના મુદ્દે બે પક્ષ વચ્ચેનો ઝઘડો થયો હતો. ઝઘડોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારી સુધી પહોંચી હતી. મારામારીની વાત જલાલપોર પોલીસ મથક સુધી પહોંચી હતી.

મટવાડ ગામે મોખલા ફળિયામાં રહેતા દિનેશભાઈ દાજીભાઈ પટેલ ગામમાં ફળિયામાં રહેતા અશ્વિનભાઈ પટેલને જિંગાના તળાવો બનાવવા કેમ ના પાડે છે તેમ કહી અશ્વિનભાઈને ગાળો આપી હતી. બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર થતાં ઢીકમુક્કીનો માર મારી તેમની પાસેના ચપ્પુ વડે શરીર ઉપર ઘા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આથી અશ્વિન પટેલે જલાલપોર પોલીસ મથકમાં દિનેશ પટેલ વિરૂદ્ધ અશ્વિનભાઇ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

જિંગાના તળાવ બનાવવા કેમ ના પાડે છે કહી ઝઘડો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો