• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં કોળી સમાજનું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું

નવસારીમાં કોળી સમાજનું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજના 28 માં વાર્ષિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. મછાડ ગામના યુએસએ સ્થિત શિક્ષણ પ્રેમી મહાદાતા અમરતભાઇ પટેલના યજમાન અને અધ્યક્ષપણા હેઠળ સંમેલા યોજાયું હતુ. કૃષિ યુનિવર્સિટીના પૂર્વ નિયામક ડો.રમણભાઇ પટેલ નવસારી વિભાગના કોળી સમાજમાં થયેલ શિક્ષણ વિકાસ અને યુવાનોમાં નાબૂદ થયેલ વ્યસનોથી સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉદઘાટક ગીતાદીદીએ સમાજની આધ્યાત્મિક માનસિક્તાને બિરદાવી સમાજની સંવેદનશીલતા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. સમારંભના અધ્યક્ષ અમરતભાઇએ સમાજ વિકાસની થઇ રહેલી પ્રવૃત્તિ વચ્ચે નવસારી વિભાગના કોળી સમાજને સંગઠીત સમાજ આલેખી પ્રસંશા કરી હતી. અમરતભાઇ વાર્ષિક રૂપિયા 6 લાખના શિષ્યવૃત્તિ સ્વરૂપના દાનનો લાભ લેવાના અનુરોધ સાથે સમાજમાં પૈસાના વાંકે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ખ્યાતી ઉચ્ચારી હતી. આ સ્નેહ સંમેલનમાં 73 ગામના 82 મહિલા મંડળોના પ્રમુખ અને યુવક મંડળના પ્રમુખઓનું અભિવાદન પત્ર, શુભેચ્છક પુષ્પ અને ટ્રસ્ટના અભિવાદન કરાયું હતુ. કોળી સમાજને છેલ્લા 19 વર્ષથી 6 લાખના માતબર દાન આપતા US અમરતભાઇ પટેલનું અભિવાદન કર્યુ હતુ.

કોળી સમાજના વાર્ષિક સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત મહિલાઓ.

અન્ય સમાચારો પણ છે...