બસની ટ્રીપ કેન્સલ થતાં મુસાફરો અટવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને પગલે બસવ્યવહાર પણ ખોરવાયો છે. જેના કારણે મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નવસારી એસ.ટી.ડેપોની 19 ટ્રીપો કેન્સલ થતાં નવસારી ડેપોની અંદાજીત 40 હજાર રૂપિયાની નુકશાની થઇ હતી. નવસારી એસ.ટી.ડેપો સંચાલિત બીલીમોરાની 5 ટ્રીપો નવાગામ પાસે રોડ ઉપર પાણી ભરાતા કેન્સલ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સવારે માછીવાડ, કૃષ્ણપુર, આટ, મછાડ વગેરે મળી 7 ટ્રીપો કેન્સલ કરવાની ફરજ પડી હતી. બારડોલી રોડ પર ગ્રીડ નજીક પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થવાને કારણે બારડોલીની ટ્રીપ કેન્સલ કરી હતી. બારડોલીની 7 ટ્રીપ કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો અટવાય પડતા હાલાકી વેઠવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...