તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નગરપાલિકા હાઈ.માં NDRF દ્વારા આપત્તિ સમયે બચાવ અંગે નિદર્શન

નગરપાલિકા હાઈ.માં NDRF દ્વારા આપત્તિ સમયે બચાવ અંગે નિદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન ગાંધીનગર અને નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આયોજીત 25 જૂનથી શરૂ થયેલા શાળા સલામતિ સપ્તાહની ઉજવણી નિમિત્તે નવસારી નગરપાલિકા સંચાલિત હાઇસ્કૂલ ખાતે વડોદરાની 6- એનડીઆરએફ બટાલિયન દ્વારા ભારે વરસાદ, ફલડ, ભુકંપ કે અન્‍ય ડિઝાસ્ટર રોડ અકસ્‍માત, વાવાઝોડા જેવા તુફાન સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવી તેનું લાઇવ નિદર્શન કર્યુ હતું.

જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાના માર્ગદર્શન હેઠળ શાળા સલામતિ સપ્તાહમાં રાહત બચાવ કામગીરી માટે નવસારી જિલ્લામાં એનડીઆરએફ ટીમ દ્વારા નિદર્શન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એનડીઆરએફના બુધારામ દેવાંસીએ જણાવ્યું હતું કે, દેશમાં વધુમાં વધુ રોડ એકસીડન્ટમાં જાનહાનિ થાય છે. અકસ્માતમાં વ્યકિતનો કેવી રીતે બચાવ કરવો, પુરમાં તણાતા લોકોને કેવી રીતે બચાવવા તેમજ ભુકંપ સમયે શું શું તકેદારી રાખવી વગેરેનું પ્રત્યક્ષ નિદર્શન કરી સમજણ આપી હતી.

આપત્તિ સમયે બચાવ અંગે નિદર્શન કરતી એનડીઆરએફની ટીમ.

અન્ય સમાચારો પણ છે...