શ્રીમદ ભાગવત પ્રેમયજ્ઞ મહોત્સવને વિરામ અપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીના મહેશભાઇ રૂપાલીયા પરિવાર દ્વારા પુરૂષોત્તમ માસમાં યોજાયેલ શ્રીમદ ભાગવત પ્રેમયજ્ઞ મહોત્સવ દ્વારા નવસારીના હજારો ભક્તોને શ્રવણ ભક્તિનો લ્હાવો મળ્યો છે. શ્રીમદ ભાગવત કથાની ભાગીરથીએ ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ શ્રાવકોમાં વધતી ઓછી આવી જ હશે. આ કથા શ્રવણથી જેમણે જેમણે અધ્યાત્મનું ભાથું બાંધ્યું છે. તેમને તેમના ઘરમાં પણ અધ્યાત્મનો આવિર્ભાવ કરવા ભરતભાઇ વ્યાસે આહવાહન કર્યુ હતુ. જો આપણે આપણા સ્વભાવ દોષો જેવા કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, હઠ, માન, ઇર્ષા, અહમ વગેરેને ટાળી શકીશું તો આ કથા શ્રવણનો અર્થ સરશે. આજે કથાને વિરામ આપતા ભરતભાઇ વ્યાસે જણાવ્યું હતુ કે આ કથામાંથી અધ્યાત્મનું જે ભાથું બાંધ્યું છે તેનું નિત્ય ચિંતવન, સ્મરણ કરતા રહેવું જેથી જીવનમાં ભજન-ભક્તિનો આવિર્ભાવ પ્રાદુભાવ થશે. અંતકાળે ભગવાનનું સ્મરણ થતાં આ નાશવંત શરીર વડે મોક્ષનું અવિનાશી ફળ પ્રાપ્ત સ્હેજે થશે. ભોજન અને ભજનનો સુભગ સમન્વય આ સમયે થયો છે તે ઉમદા કાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...