તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ઘરફોડ ચોરી કેસમાં ટાઉન પોલીસે બેને ઝડપી પાડ્યા, એકની અટક

ઘરફોડ ચોરી કેસમાં ટાઉન પોલીસે બેને ઝડપી પાડ્યા, એકની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં રિંગરોડ ઉપર ભેંસતખાડા વિસ્તારમાં આવેલા હનીન હેરિટેજ એપાર્ટમેન્ટમાંથી રૂ. 1.65 લાખ તથા બ્રિટીશ પાઉન્ડની ચોરી કરનારા શખ્સને ટાઉન પોલીસે ઝડપી પાડી સોનાના દાગીના ઓગાળેલી ઢાળની સ્થિતિમાં તથા પાઉન્ડ રિકવર કર્યા છે.

નવસારીમાં રિંગરોડ ઉપર હનીન હેરિટેજમાં રહેતા સાયરાબાનુ ફતુવાલાએ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને ત્યાંથી કોઈ ચોરે ઘરનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલા કબાટની તિજોરીમાંથી તથા અનાજ ભરવાના પતરાના પીપમાં મુકેલા વાસણોના સ્ટીલના ડબ્બામાં તેમના લગ્ન સમયના સોનાના દાગીના જેવા કે સોનાની ચેઈન પેન્ડન્ટ સાથેની નંગ 1 તથા સોનાના પાટલા નંગ 2, સોનાની કડી સાથેના ઝુમખા નંગ 1, બે વીટી તથા નાકમાંની જડ તથા બે નાના પેન્ડન્ટ, કબાટની તિજોરીના ખાનામાંથી બે જોડી એરિંગ્સ તથા ત્રણ વીટી, ચાર કડી, ઝળ મળી કુલ રૂ. 1.60 લાખના 8 તોલાના દાગીના, ચાંદીનો સેટ નંગ-2, સોનાનુ પાણી ચઢાવેલ હતું મળી કુલ રૂ. 1.65 લાખની ચોરીની ફરિયાદ કરી હતી. પોલીસે સુરતના રામપુરા વિસ્તારના રીઝવાન મુજાવર (ઉ.વ. 31) તથા શકીલ મિર્ઝાને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ચોરીમાં ગયેલા સોનાના દાગીના ઓગાળી તે ઢાળ સ્વરૂપે રજૂ કરનાર મોહમદ ચોક્સીની પણ પોલીસે અટક કરી બ્રિટીશ પાઉન્ડ 360 (કિંમત રૂ. 32000)નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...