ક્રોધમાં વિનય-વિવેક રહેતો નથી,સંબંધો છે: નારાયણમુનિ

નવસારી | પરિવારમાં શાશ્વત શાંતિ માટે નિત્ય ઘરસભા કરવી. જો આપણે ખમી લઇએ, ઘસાઇ છૂટીએ, મન ધારેલું મનગમતું મુકીએ અને...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:16 AM
Navsari - ક્રોધમાં વિનય-વિવેક રહેતો નથી,સંબંધો છે: નારાયણમુનિ
નવસારી | પરિવારમાં શાશ્વત શાંતિ માટે નિત્ય ઘરસભા કરવી. જો આપણે ખમી લઇએ, ઘસાઇ છૂટીએ, મન ધારેલું મનગમતું મુકીએ અને અનુકુળ થઇએ તો મોટે ભાગની સમસ્યા ઉદભવે જ નહીં. કોઇ કોઇનું બગાડી કે સુધારી શક્તા નથી. ભગવાનનું કર્તાપણું સ્વીકારીશું તો પછી શાંતિ જ શાંતિ. ઇચ્છા પૂર્ણ ન થાય મન ગમતું ન થાય એટલે ક્રોધ ઉપજે. ક્રોધાવેશમાં માનવીનો વિનય વિવેક રહેતો નથી અને સમસ્યા વધુ ગુંચવાય છે. ક્રોધમાંથી મોહ ઉપજે,મોહમાંથી સ્મૃતિ ભ્રષ્ટ થાય, સ્મૃતિ ભ્રષ્ટ થતાં બુદ્ધિનો નાશ થાય અને બુદ્ધિનો નાશ થતાં બધું નષ્ટ થાય. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે શ્રાવણના અંતિમ દિવસોમાં યોજાયેલ પારાયણના ચતુર્થ દિવસે સંત તાલીમ કેન્દ્ર સારંગપુરના પ્રધાન અધ્યાપક પૂ.નારાયણમુનિ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં. પૂ.નારાયણમુનિ સ્વામીએ સંખ્યાબંધ સત્યઘટનાત્મક પ્રસંગો અને રામાયણ કાળના વાલી અને સુગ્રીવની કથાને સથવારે અહંકાર, ગેરસમજ-પૂર્વધારણા છોડી સામેની વ્યક્તિના સ્વભાવ-પ્રકૃતિને ઓળખી લઇ અનુકૂળ થવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. વ્યક્તિનો સ્વભાવ-પ્રકૃતિની પરીક્ષા એની ભેળા રહીએ તો થઇ શકે. સ્વભાવ ઓળખવા વ્યક્તિની સાથે રહેવું પડે. સત્સંગની વાતો ખૂબ ઉંડાણભરી હોય છે. પૂ.મહંત સ્વામી મહારાજ પરિવારમાં-સત્સંગમાં સંપ, સુહદભાવ અને એક્તા માટે ખૂબ આગ્રહ પૂર્વક વાતો કરે છે. જેની સાથે કામ લેવાનું છે.

X
Navsari - ક્રોધમાં વિનય-વિવેક રહેતો નથી,સંબંધો છે: નારાયણમુનિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App