તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મછાડ ગામે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ગામે હિન્દુ કોળી પટેલની વસતિ વધુ હોવા છતાં ગામમાં મુસ્લિમ ધર્મના લોકો સાથે ભાઈચારાનું વાતાવરણ વરસોથી જોવા મળે છે. 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગામના અગ્રણી અમૃતભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યું કે ઈન્દ્રિશભાઈ મહમદ શેખના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રા.શાળાના બાળકોએ રાષ્ટ્રભક્તિ પ્રેરક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...