તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી હાઈસ્કૂલમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી

નવસારી હાઈસ્કૂલમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ.સી. પારેખ હાઈસ્કૂલ તથા શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ હતી. વ્યવસ્થાપક સમિતિના સભ્ય ડો. અમુલભાઈ નાયકના હસ્તે ત્રિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ અને મંત્રી ઠાકોરભાઈ નાયક, ટ્રસ્ટીઓ પંકજસિંહ ઠાકોર, હિરેનભાઈ પારેખ (દાતા પરિવારના) રમણભાઈ પટેલ, પ્રિ. રાજેષભાઈ ટંડેલ, આચાર્યા કુંતલબેન દેસાઈ અને ડો. અમુલભાઈ નાયકના હસ્તે ધો. 10માં 90 ટકાથી ઉપર ગુણાંકન મેળવી પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ અર્પણ કરી પોંખવામાં આવ્યા હતા. દેશભક્તિ ગીત સ્પર્ધામાં તૃતીય ક્રમે આવેલી શાળાની વિદ્યાર્થિનીઓને પણ સ્મૃતિભેટ અર્પણ કરકી નવાજવામાં આવી હતી. ડો. અમુલભાઈ નાયક તરફથી ઉપસ્થિત વિદ્યાર્થીઓને બિસ્કિટના પેકેટ એનાયત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...