એરૂ અનાવિલ સમાજ દ્વારા બાપુજી મહારાજ સમાધિ દિન ઉજવાયો

નવસારી | એરૂ ગામ અને ગામના અન્યત્ર સ્થળે વસવાટ કરતા અનાવિલો દર વર્ષે શ્રાવણમાસની અમાસના દિવસે બાપુજી મહારાજની...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:16 AM
Navsari - એરૂ અનાવિલ સમાજ દ્વારા બાપુજી મહારાજ સમાધિ દિન ઉજવાયો
નવસારી | એરૂ ગામ અને ગામના અન્યત્ર સ્થળે વસવાટ કરતા અનાવિલો દર વર્ષે શ્રાવણમાસની અમાસના દિવસે બાપુજી મહારાજની સમાધિ દિન ઉજવે છે. એરૂ ગામના અનાવિલ સમાજ ભવનમાં આ દિવસે જ્ઞાતિજનો ભેગા મળે છે. અનાવિલોના પુત્ર-પુત્રી જેમણે ધો.10 માં 80% અને ધો.12 માં 70% તેમજ વિવિધ વિદ્યાશાખા બી.એ. બી.કોમ, બીએસસી, બીસીએ, એમબીએ, એમસીએ, ફાર્મસી, ઇજનેરી કે મેડીકલમાં ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તારલાઓ અને રાજ્ય કે રાષ્ટ્રીયસ્તરે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનારા 9 પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ દર્શન દેસાઇ અનાવિલ સમાજ સહુને આવકારી બધાનું સ્વાગત કર્યુ હતું. એરૂ અનાવિલ સમાજના ટ્રસ્ટી કૌશિક દેસાઇએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણા ગામમાં વિવિધ પ્રકારની સ્કીમ ચાલી રહી છે. તેમાં ગામ લોકોને સહકાર મળ્યો છે. તમામ સફળતાનો શ્રેય એમણે ગ્રામજનોને આપતા સંગઠનને મજબૂત અને અકબંધ રાખવા અનુરોધ કર્યો હતો. આજના સમારંભમાં ગામમાં રહેતા અનાવિલ ભાઇઓ-બહેનો તથા ગામ બહાર રહેતા અનાવિલો સપરિવાર પધાર્યા હતાં.

X
Navsari - એરૂ અનાવિલ સમાજ દ્વારા બાપુજી મહારાજ સમાધિ દિન ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App