Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - જલાલપોર પૂર્ણેશ્વર મહાદેવ મંદિરમાં ભંડારો યોજાયો

જલાલપોર પૂર્ણેશ્વર મહાદેવ મંદિરમાં ભંડારો યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:16 AM

નવસારી | નવસારી શહેરને અડીને આવેલા ગામ જલાલપોરમાં પૂર્ણેશ્વર મહાદેવ બિરાજમાન છે. પવિત્ર શ્રાવણમાસ હોઇ અહીં...

  • Navsari - જલાલપોર પૂર્ણેશ્વર મહાદેવ મંદિરમાં ભંડારો યોજાયો
    નવસારી | નવસારી શહેરને અડીને આવેલા ગામ જલાલપોરમાં પૂર્ણેશ્વર મહાદેવ બિરાજમાન છે. પવિત્ર શ્રાવણમાસ હોઇ અહીં અસંખ્ય ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે.આજે શ્રાવણમાસના અંતિમ દિવસે અમાસના દિવસે અહીં રૂપેશભાઇ અશોકભાઇ દેસાઇ (લાકડાવાળા) પરિવાર તરફથી ભંડારો યોજાયો હતો. આસપાસની શાળાઓ મમતા મંદિર, જનતા હાઇસ્કૂલ, શારદામંદિર તથા આજુબાજુની શાળાના બાળકોને મહાપ્રસાદ અપાયો હતો. છેલ્લાં 45 વર્ષથી શરૂ થયેલા કાર્યમાં 11 બ્રાહ્મણોથી ભોજન તથા દાનની પ્રથા ચાલી આવી છે. સૌરાષ્ટ્ર સમાજનાં વિવિધ મંડળો, મહિલા મંડળની બહેનો-ભાઇઓ ભેગા મળી 70 મણ લાડું બનાવ્યા હતાં. 20 હજારથી વધુ ભક્તજનોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રાચીન મહાદેવના મંદિરનાં ભક્તજનોને અનેક પરચા મળ્યા છે. ભક્તોની અપાર શ્રદ્ધા આસ્થા આ મંદિર પ્રત્યે રહેલી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending