આપઘાત અટકાવ દિન નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ

નવસારી | રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ, માનસિક આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ, નવસારી અને મહેન્દ્ર બ્રધર્સ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:16 AM
Navsari - આપઘાત અટકાવ દિન નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ
નવસારી | રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ, માનસિક આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ, નવસારી અને મહેન્દ્ર બ્રધર્સ ડાયમંડ એક્ષ્પોર્ટ કંપની, જમાલપોર, નવસારીના સંયુક્ત ઉપક્રમે 10 સપ્ટેમ્બર વિશ્વ આપઘાત અટકાવ દિનની ઉજવણી નિમિત્તે મહેન્દ્ર બ્રધર્સ,ડાયમંડ એક્ષ્પોર્ટ કંપની, જમાલપોર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાંકંપનીના જનરલ મેનેજર કર્નલ ગુપ્તા એચ.આર. મેનેજર હિમાંશુભાઇ, અંકિતભાઇ તેમજ ડો.આઇ.બી.પરીખ, મનોચિકિત્સક, સિવિલ હોસ્પિટલ નવસારી તેમજ 700 થી વધુ રત્નકલાકારો હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ડો.આઇ.બી.પરીખે ડીપ્રેસન વિશે સરળભાષામાં માહિતી આપી હતી. તેમજ વિશ્વ આપઘાત અટકાવ દિનની ઉજવણી નિમિત્તે આપઘાત અટકાવ વિશે સમજણ આપી હતી. તેમજ ‘ચાલો સૌ સાથે મળી આપઘાતને અટકાવીએ’ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે તણાવ રહીત જીવન જીવવા માટે ‘સ્વસ્થ રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો ’ નાં સરળ શૈલીમાં સમજાવ્યું હતું.

X
Navsari - આપઘાત અટકાવ દિન નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App