સિસોદ્રા-ગણેશવડ કન્યા શાળાની એથ્લેટીક્સમાં સિધ્ધિ

નવસારી | નવસારી જિલ્લા એથ્લેટીક્સ એસોશીયેશન દ્વારા રમાડવામાં આવેલી જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા મદ્રેસા...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:16 AM
Navsari - સિસોદ્રા-ગણેશવડ કન્યા શાળાની એથ્લેટીક્સમાં સિધ્ધિ
નવસારી | નવસારી જિલ્લા એથ્લેટીક્સ એસોશીયેશન દ્વારા રમાડવામાં આવેલી જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા મદ્રેસા હાઇસ્કૂલના મેદાન પર રમાડવામાં આવી હતી. આ મીટમાં નવસારી તાલુકાની સિસોદ્રા કન્યા શાળાની કન્યાઓએ વિવિધ ઇવેન્ટોમાં ભાગ લઇ વિજેતા થયા હતા. જેમાં 100 મી.દોડમાં કાજલ ભરવાડ ગોળાફેકમાં દ્ધિતિય ,દીયા હળપતિ પ્રથમ, લાંબીકૂદમાં અણચિતા તૃતીય, 600 મી.દોડમાં ગૌરીસિંહ, અંજલિ નામેવાર અને અવની રાઠોડ પ્રથમ, દ્ધિતિય અને તૃતીય ક્રમ મેળવ્યો હતો. વિજેતા ખેલાડીઓને એસોશીયેશનના સભ્યો દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આ તમામ સ્પર્ધકોને રમતનું કોચિંગ શાળાના આચાર્ય જતીન ટંડેલે કર્યુ હતું. તમામ વિજેતાઓને શાળા સ્ટાફ અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં અને આગળ રમવા માટે શુભેચ્છા પાઠવી હતી.

X
Navsari - સિસોદ્રા-ગણેશવડ કન્યા શાળાની એથ્લેટીક્સમાં સિધ્ધિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App