જિલ્લામાં તલાટી મંડળનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:15 AM IST
Navsari - જિલ્લામાં તલાટી મંડળનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
Navsari - જિલ્લામાં તલાટી મંડળનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
Navsari - જિલ્લામાં તલાટી મંડળનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

તમામ તલાટી� મંડળ દ્વારા તબક્કાવાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી

ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રશ્ન હલ થતા ન હોવાથી સમગ્ર રાજ્યના તલાટી મંત્રીઓને સરકાર દ્વારા દુર્લક્ષ સેવાતું હોવાની લાગણી અનુભવાઈ હોવાથી અસંતોષ ફેલાયેલ છે ત્યારે વારંવાર ઉચ્ચ અધિકારીઓ ને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ મળ્યો નથી.આવેદનપત્રમાં ઉલ્લેખનીય બાબતો જેવી કે,નવી ભરતી થયેલ તમામ તલાટી કમ મંત્રી પેન્શન પદ્ધતિ દાખલ કરવી, તેમજ વિસ્તરણ અધિકારીની જગ્યા તલાટીઓની પ્રમોશન આપી ભરવી આવી વગેરેનો સમાવેશ થાય છે. આવેદન પત્ર આપવાની સાથે તલાટી મંડળ જણાવ્યું કે જો તેમની માંગ ના સ્વીકારશે તો તમામ તલાટી મંત્રી ધરણાં કરશે એવી ચીમકી આપી હતી. રાજય સરકાર દ્વારા તલાટી મંત્રીઓની માગોને અણદેખી કરાય રહી હોવાનું માની તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા રાજ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વધુમાં જણાવ્યું કે તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ નઈ આવે તો આગામી દિવસોમાં વિરોધ દર્શાવવામાં આવશે જેના ભાગરૂપે ગતરોજ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવામાં આવી હતી, તેમજ તા.17મીના રોજ ફરજ પર હાજર રહી પેન ડાઉન કાર્યક્રમ, 29મી એ સમગ્ર ગુજરાતમાં તલાટી મંત્રીઓ સામૂહિક રીતે માસ સી.એલ મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે, તેમ છતાં કોઈ ઉકેલના આવે તો 2જી ઓકટોબરથી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવશે.

વાંસદામાં પણ તેના ભાગરૂપે તલાટીમંત્રીઓએ હાથમાં કાળી રીબીન બાંધી તાલુકા પંચાયત વાંસદાના પ્રાંગણમાં વિરોધ દર્શાવ્યો હતો. 17મીના રોજ ફરજ પર હાજર રહી પેન ડાઉન કાર્યક્રમ તેમજ 29મી એ સમગ્ર ગુજરાતમાં તલાટી મંત્રીઓ માસ સી.એલ મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે.તેમ છતાં ઉકેલના આવે તો 2 ઓક્ટોમ્બરથી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે.ચીખલી તલાટી મંડળના પ્રમુખ રાજેન્દ્ર પારેખ, ઉપપ્રમુખ ભારતીબેન, મંત્રી મંગુભાઇ પટેલ ઉપરાંત સુરેશભાઇ દેસાઇ, નવીન પટેલ, કલ્પેશ પટેલ, સહિતના સભ્યો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરીએ એકત્ર થઇ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધારણ કરી રેલી યોજી હતી.

17મીએ હાજર રહી પેન ડાઉન કાર્યક્રમ તેમજ 29મી એ સમગ્ર ગુજરાતમાં તલાટી મંત્રીઓ માસ સી.એલ

વાંસદા તાલુકા પંચાયત કચેરી, ગણદેવી તાલુકા પંચાયત કચેરી અને ચીખલી તાલુકા પંચાયત કચેરીમાં કાળી પટ્ટી ધારણ કરી તલાટીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.

X
Navsari - જિલ્લામાં તલાટી મંડળનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
Navsari - જિલ્લામાં તલાટી મંડળનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
Navsari - જિલ્લામાં તલાટી મંડળનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી