• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Navsari
  • Navsari નવસારી ગ્રીડ પાસે 20 ફૂટની શ્રીજીની પ્રતિમા હાઈટેન્શન વીજતારને અડી જતાં 3 દાઝી ગયા

નવસારી ગ્રીડ પાસે 20 ફૂટની શ્રીજીની પ્રતિમા હાઈટેન્શન વીજતારને અડી જતાં 3 દાઝી ગયા

Navsari - નવસારી ગ્રીડ પાસે 20 ફૂટની શ્રીજીની પ્રતિમા હાઈટેન્શન વીજતારને અડી જતાં 3 દાઝી ગયા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:15 AM IST
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં શ્રીજીની પ્રતિમા સ્થાપન અર્થે લાવી રહેલા ભક્તો પૈકી શ્રીજીની પ્રતિમાની ઉંચાઈ વધારે હોવાથી હાઈટેન્શન વીજતાર સાથે અડી જતા કરંટ લાગતા ત્રણ જણાં દાઝી ગયા હતા. ગ્રીડ નજીકથી લારીમાં પ્રતિમા લાવતી વખતે આ ઘટના ઘટી હતી. તાત્કાલિક ગંભીર રીતે દાઝેલા યુવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ત્રણ જણાં દાઝી જતા સારવાર લેવાની ફરજ પડી છે.

ગણેશોત્સવની તૈયારીઓ નવસારીમાં થઈ રહી છે. દરેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમા સ્થાપના સ્થળ સુધી લાવવા લારી કે ટ્રેલર સહિતના સાધનો લઈને નીકળી રહ્યા છે અને વાજતે ગાજતે શ્રીજીની પધરામણી કરાઈ રહી છે. મંગળવારે દશેરા ટેકરી વિસ્તારના યુવાનોનું એક મંડળ પણ ગ્રીડ તરફથી શ્રદ્ધાભેર શ્રીજીની પ્રતિમા લારીમાં લઈને તેમાં સ્થાપન સ્થાને લાવવા નીકળ્યું હતું. ગ્રીડ કાઠિયાવાડી હોટલ નજીકથી આ મંડળના સભ્યો ...અનુસંધાન પાના નં. 2

X
Navsari - નવસારી ગ્રીડ પાસે 20 ફૂટની શ્રીજીની પ્રતિમા હાઈટેન્શન વીજતારને અડી જતાં 3 દાઝી ગયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી