Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - ભક્તિ કરનાર મૃત્યુથી ડરતો નથી

ભક્તિ કરનાર મૃત્યુથી ડરતો નથી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:15 AM

Navsari News - નવસારી | સ્નેહસેતુ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી પવિત્ર શ્રાવણ માસમાં રામજી મંદિરના શ્રીરામચંદ્ર ડોંગરેજી મહારાજ...

  • Navsari - ભક્તિ કરનાર મૃત્યુથી ડરતો નથી
    નવસારી | સ્નેહસેતુ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી પવિત્ર શ્રાવણ માસમાં રામજી મંદિરના શ્રીરામચંદ્ર ડોંગરેજી મહારાજ સત્સંગ હોલ નવસારીમાં શિવમહાપુરાણ કથા યુવાકથાકાર મેહુલ જાની (ખેરગામ) ભક્ત શ્રોતાજનોને શ્રવણ કરાવી રહ્યાં હતાં. કથાના છઠ્ઠા દિવસે પોથીપૂજન તથા વ્યાસપૂજા યજમાન પરિવાર ચેતનાબેન નરેન્દ્રભાઇ બીરલા, નેહા વ્યાસને હસ્તે કરાવી હતી. કથામાં પધારેલા મહેમાનો નગરપાલિકા સદસ્યો છાયા દેસાઇ, મીનલ દેસાઇનું સન્માન કરાયું હતું. કથા પ્રવાહને આગળ વધારતા બાપુએ દ્વાદ્ધશ જ્યોતીલીંગ વિશે વર્ણવતા કહ્યું કે ભક્તિની નિશાની એ છે કે ભક્તિ તટસ્થ, સ્થિર હોવી જોઇએ. સુખ આવે દુ:ખ આવે ભક્તિ સ્થિર રહેવી જોઇએ. ભક્તિ કરનારો ડરતો નથી. અભિમાન મહાદેવને મંજુર નથી. મૃત્યુથી હું શબ્દ શિવને પસંદ નથી. હર સમસ્યાનું સમાધાન કૃષ્ણ પાસે છે. જીવનમાં શિવ વિના સુંદરતા નથી ભક્તિ વિના જીવનમાં મસ્તી નથી. ઓમ નમ: શિવાય મંત્ર મારવાનો મંત્ર નથી તારવાનો મંત્ર છે. રાવણ શ્રેષ્ઠ શિવભક્ત હતો. રામ એ યુદ્ધનો ભગવાન નથી. શાંતિનો ભગવાન છે. સર્વ ધર્મની શરૂઆત વિવેકથી થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ