નવસારી સ્વામિનારાયણ મંદિરે પારાયણને વિરામ

નવસારી | બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ પારિવારિક સમસ્યાઓના ઉકેલ માટે તેમજ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:15 AM
Navsari - નવસારી સ્વામિનારાયણ મંદિરે પારાયણને વિરામ
નવસારી | બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ પારિવારિક સમસ્યાઓના ઉકેલ માટે તેમજ પરિવારમાં સંપ, સુહદભાવ અને એક્તા-શાશ્વત શાંતિ માટે ઘરના બધા સભ્યો ચોક્કસ સમય નક્કી કરી ભેગા મળી ઘરસભા કરે તેવી આજ્ઞા કરી છે. બધા દર્દોની એક જ દવા ઘરસભા છે. ઘરના બધા વ્યક્તિઓ એકમેનકને સમજે, અનુકૂળ થાય, મદદરૂપ થાય, સહનશીલ બને અને માફ કરવાની વૃત્તિ રાખે તો ઘર સ્વર્ગ બની જાય. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભામાં પારિવારિક શાંતિ-એક્તાનો રાજમાર્ગ પારાયણને વિરામ આપતા સારંગપુર સંત તાલીમ કેન્દ્રના પ્રધાન અધ્યાપક પૂ.નારાયણમુનિ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં. પૂ.નારાયણમુનિ સ્વામીએ આ મહિનાના સ્વામિનારાયણ પ્રકાશમાં પ્રસિદ્ધ થયેલ ઘરસભા કરવાથી થયેલા ફાયદાઓ સત્યઘટનાત્મક પ્રસંગોને સથવારે સમજાવ્યા-ગણાવ્યા હતાં. પારિવારિક શાંતિ-સમસ્યાના ઉકેલ માટે ઘરસભા અમોધ શસ્ત્ર હોવાનું પૂ.નારાયણમુનિ સ્વામીએ સમજાવ્યું હતું. પૂં. નારાયણ મુનિ સ્વામીએ જે ઘરમાં આત્મહત્યાના પ્રસંગો બનવાના હતા તે ઘરસભાથી ટળી ગયા અને બધા સુમેળભર્યા વાતાવરણથી પ્રસન્નતાથી જીવન જીવી રહ્યાં હોવાની પ્રતિતી કરાવી હતી. ઘર સભા ઘરની શોભા તથા શાંતિનો રાજમાર્ગ છે.

X
Navsari - નવસારી સ્વામિનારાયણ મંદિરે પારાયણને વિરામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App