જવાબદારી પહેલાં પૂરી કરો પછી ગંગા સ્નાન કરો

Navsari - જવાબદારી પહેલાં પૂરી કરો પછી ગંગા સ્નાન કરો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:15 AM IST
નવસારી | નવસારીનાં જાગો ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હરિદ્વારમાં છેલ્લાં 6 દિવસથી શ્રીમદ ભાગવત કથાનું વલસાડનાં યુવાકથાકાર મિતેષ જોષી વ્યાસપીઠર પરથી શ્રવણ કરાવી રહ્યાં છે. કથા શ્રવણ અર્થે નવસારી ડાંગ, ઝંખવાવની ભક્તજનો હરિદ્વારમાં પાવનકારી ગંગા તટે લાભ લઇ રહ્યાં છે. કથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર મિતેષ જોષીનું નવસારીનાં મણીભાઇ પટેલ, સુમનબેન પટેલ, મહેશભાઇ નાયક, મીતાબેન નાયક, લખુભાઇ નારણભાઇ અને પ્રકાશભાઇ શાલ પુષ્પમાળાથી સ્વાગત કર્યુ હતું. બાપુએ બાલકૃષ્ણની વિવિધ લીલા પ્રસંગ અને દિવ્યરાસલીલાનું વર્ણન કરતા ભક્તશ્રોતાજનો ઝૂમી ઉઠ્યા હતાં. કથા મંડપમાં ભક્તજનોએ રાસ ગરબા લઇ કીર્તન ભક્તિનો લાભ લીધો હતો. આજે બાપુએ ગંગાદર્શનનું મહત્વ સમજાવતાં કહ્યું કે જીવનમાં જવાબદારી પહેલાં પુરી કરો પછી ગંગાસ્નાન કરો. કથા પ્રવાહમાં આજે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો. ઝંખવાવનાં પ્રકાશભાઇ ભાવસારને બાપુએ તા.8.10.2018 થી તા.15.10.2018 સુધીની દેવી ભાગવત કથાનું મુહુર્ત આપ્યું હતું.

X
Navsari - જવાબદારી પહેલાં પૂરી કરો પછી ગંગા સ્નાન કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી