નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થિની પી.એચ.ડી થયા

નવસારી | નવસારીની રહેવાસી અને શાકભાજી વિજ્ઞાન વિભાગ, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:15 AM
Navsari - નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થિની પી.એચ.ડી થયા
નવસારી | નવસારીની રહેવાસી અને શાકભાજી વિજ્ઞાન વિભાગ, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી હિમાની બિહારીલાલ પટેલએ ‘રીસપોન્સ ઓફ કલ્સ્ટર બીન ટુ ફોલીઅર એપ્લીકેશન ઓફ પીજીઆર’ શિર્ષક હેઠળ રજૂ કરેલ અભ્યાસપૂર્ણ મહાનિબંધને નવસારી કૃષિ યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય તેમણે શાકભાજી વિજ્ઞાન વિભાગના પ્રોફેસર અને આર.સી.એ.આર, ન્યું દિલ્હી દ્વારા સ્પોન્સર્ડ બેસ્ટ ટીચર એવોર્ડ મેળવનાર તથા મેજર ગાઇડ ડો.એસ.એન.સરવૈયા અને માયનોર ગાઇડ ડો.એસ.જે.પાટીલના તાંત્રિક માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે. જ્યારે નવસારીનાં રહેવાસી અને શાકભાજી વિજ્ઞાન વિભાગ, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા જીમી મનહરભાઇ વશીએ ઇન સર્વિસ વિદ્યાર્થી તરીકે ‘રીસ્પોન્સ ઓફ ગ્રેટર યામ ટુ ડીફરન્ટ ગ્રોવીંગ કન્ડીશન્સ’ શીર્ષક હેઠળ રજૂ કરેલ અભ્યાસપૂર્ણ મહાનિબંધને નવસારી કૃષિ યુનિવર્સિટીએ પીએચડીની પદવી એનાયત કરી છે.

X
Navsari - નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થિની પી.એચ.ડી થયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App