જિલ્લાકક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન

Navsari - જિલ્લાકક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:15 AM IST
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા માધ્‍યમિક શાળા વિજ્ઞાન મંડળના સંયુકત ઉપક્રમે એસ.એસ.અગ્રવાલ પબ્‍લિક સ્‍કુલ ખાતે માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓનું 20મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ડો.અમિતાબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલે જણાવ્‍યું હતું કે, બાળકોને વિજ્ઞાન-ગણિત જેવા વિષયોમાં આગળ વધે તે માટે આવા પ્રદર્શનોમાંથી કંઇ મેળવી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્‍સાહિત કરવા જોઇએ. જિલ્લા શિક્ષણાધિકારી વસાવાએ જણાવ્‍યું હતું કે, માધ્‍યમિક શાળામાં 213 કૃતિઓ રજૂ થઇ હતી. જેમાંથી જિલ્લાકક્ષાના વિજ્ઞાન મેળામાં 30 જેટલી કૃતિઓ રજૂ કરાઇ છે. જિલ્લામાં વિદ્યાર્થીઓમાં ગણિતમાં રૂચિ વધે એ માટે મેથસ ઓલિમ્પિયાડ પરીક્ષાનું આયોજન કરાયું હતું. વિજ્ઞાન મેળામાં કૃષિ અને જૈવિક પ્રોજેકટમાં- 6 કૃતિઓ, સ્‍વાસ્‍થ્‍ય અને સ્‍વચ્‍છતા-6 કૃતિ, સંશોધન વ્‍યવસ્‍થાપન-6 કૃતિ, કચરો/બિનજરૂરી વસ્‍તુઓનું વ્‍યવસ્‍થાપન-6 કૃતિ, પરિવહન અને પ્રત્‍યાપન/ ગાણિતિક નમૂનાઓની-6 કૃતિઓ રજૂ કરાઇ હતી.

નવસારી ખાતે જિલ્લાકક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

X
Navsari - જિલ્લાકક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી