• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • માછીવાડ દીવાદાંડી ગામના સરપંચ અને ઉપસરપંચ તરફેણમાં કલેકટરને રજૂઆત

માછીવાડ-દીવાદાંડી ગામના સરપંચ અને ઉપસરપંચ તરફેણમાં કલેકટરને રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના માછીવાડ-દીવાદાંડીના સરપંચ અને ઉપસરપંચ સામે કરવામાં આવેલા આક્ષેપો તથ્યવિહોણા અને લોકોને ગેરમાર્ગે દોરી ગામમાં શાંતિનું વાતાવરણ બગાડી શકે તેવી હકીકત જણાવી સરપંચ સહિત સ્થાનિક લોકોએ સરપંચ અને ઉપસરપંચની તરફેણમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા અનુરોધ કર્યો છે.

માછીવાડ-દીવાદાંડીના સરપંચ વિજયભાઈ તથા ઉપસરપંચ જયશ્રીબેન વર્ષ 2014થી સરપંચ તેમજ ઉપસરપંચ તરીકે કાર્યરત છે. તે અગાઉ પણ વિજયભાઈ મગનભાઈ ટંડેલ ગામના સરપંચ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓના કાર્યકાળ દરમિયાન ગામમાં લોકોની સુવિધા અને સરકારી યોજના મુજબ 450 ટોયલેટ બનાવાયા હતા તેમજ 25 મકાનો સરદાર આવાસ-2 હેઠળ બનાવ્યા હતા. વિરોધીઓને સાથે રાખી આવાસ યોજના અંગેની આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી. તેનુ ખોટુ અર્થઘટન કરી સરપંચ તથા ઉપસરપંચ વિરૂદ્ધનું વાતાવરણ ઉભુ કરી ખોટી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ખોટી રીતે આવેદનપત્ર આપ્યું છે. સરપંચ તેમજ ઉપસરપંચ વિરૂદ્ધ સરકારી યોજનામાં ભ્રષ્ટાચારના જે આક્ષેપો થયા છે તે તમામ ખોટા છે અને ઉપજાવી કાઢેલા છે. ઉપરાંત ગ્રામવાસીઓને ખોટી રીતે સરપંચ અને ઉપસરપંચ વિરૂદ્ધ ભડકાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. ઉપસરપંચને મારી નાંખવાની ધમકી મળી હતી. સમગ્ર હકીકતને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવા સરપંચ, ઉપસરપંચ તથા સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...