• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • રાષ્ટ્રગીતનું અપમાન કરનાર ભાજપીઓ સામે ફરિયાદ કરો

રાષ્ટ્રગીતનું અપમાન કરનાર ભાજપીઓ સામે ફરિયાદ કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીપાલિકાની ખાસ સભામાં રાષ્ટ્રગીતનું અપમાન કરવા સંદર્ભે શાસકો સામે ફરિયાદ કરવા સીઓને કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે.

નવસારી પાલિકાના વિપક્ષી નેતા પ્રમોદ રાઠોડની આગેવાનીમાં વિપક્ષી કોંગ્રેસી પ્રતિનિધિ મંડળ પાલિકાના ચીફ ઓફિસર રમેશ જોષીને મળ્યું હતું. વિપક્ષી સભ્યોએ સોમવારે પાલિકાની ખાસ સભામાં રાષ્ટ્રગીતના થયેલા અપમાન સંદર્ભે લેખિત આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રગીતની શરૂઆત કરવા અગાઉ સભામાં પ્રમુખ જાહેરાત કરે છે પરંતુ સોમવારેની સભામાં શાસક પક્ષ દ્વારા પ્રમુખની જાહેરાત વગર મનભાવે તે રીતે શિસ્ત વગર રાષ્ટ્રગીત ગાવાની શરૂઆત કરી રાષ્ટ્રગીતનું અપમાન કરાયું હતું. કૃત્યના સાક્ષી સીઓ જોષી પણ હતા તેથી રાષ્ટ્રગીતના અપમાનના કૃત્ય સંદર્ભે આવું કૃત્ય કરનારા સામે સક્ષમ અધિકારી સમક્ષ ફરિયાદ કરવા સરકારી અધિકારી તરીકે સીઓને જણાવ્યું છે.

નવસારી પાલિકાના વિપક્ષની સીઓને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...