તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વલ્લભ બુધી પોલિટેકનિક કોલેજનો વિદ્યાર્થી GTUમાં ગુજરાતમાં પ્રથમ

વલ્લભ બુધી પોલિટેકનિક કોલેજનો વિદ્યાર્થી GTUમાં ગુજરાતમાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પશ્ચિમ વિભાગ કોળી સમાજ કલ્યાણકારી ટ્રસ્ટ સંચાલિત વલ્લભ બુધી પોલીટેકનિક કોલેજનો વિદ્યાર્થી જીટીયુમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જયારે કોલેજનું કુલ 79 ટકા પરિણામ પ્રાપ્ત થયું હતું.

જીટીયુ દ્વારા ડિપ્લોમાં ઇજનેરીનું છેલ્લા વર્ષનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી સ્થિત એન.પી.પી.ઇ.કેમ્પસ ભાનુનગર એરૂ ખાતે આવેલી વલ્લભ બુધી પોલીટેકનિક ઇજનેરી કોલેજનું પરિણામ 79 ટકા પ્રાપ્ત થયું હતું. જેમાં કોલેજમાં મિકેનિકલ ઇજનેરીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રજનીશકુમારે મિકેનિકલમાં 10માંથી 10 સીજીપીએ મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમક્રમ અને ઓલ ઓવરમાં બીજો ક્રમ પ્રાપ્ત કરી વલ્લભ બુધી કોલેજનું નામ રાજયકક્ષાએ રોશન કર્યુ હતું. કોલેજનું કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટનું 94 ટકા,મિકેનિકલ 72 ટકા,ઇલેકટ્રીકલ 86 ટકા જયારે સિવિલ ડિપાર્ટમેન્ટને 73 ટકા પરિણામ પ્રાપ્ત થયું હતું.તે ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિીટયુટ ઓફ ટેકનિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર,નવસારી કોલેજના છેલ્લા વર્ષના કુલ 571 વિદ્યાર્થીમાંથી 531વિદ્યાર્થીઓ પાસ થયા છે તે પૈકીના 467 વિદ્યાર્થીઓ ફર્સ્ટ કલાસ વીથ ડિસ્ટીકશન સાથે પાસ થતાં કોલેજને કુલ 93 ટકા પરિણામ પ્રાપ્ત થયું હતું.

જીટીયુમાં પ્રથમ આવેલ રજનીશ

અન્ય સમાચારો પણ છે...