તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • શેઠ આર જે.જે., મિશ્રશાળા નં. 4ના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ

શેઠ આર જે.જે., મિશ્રશાળા નં. 4ના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીની શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ અને મિશ્રશાળા નં. 4ના સંયુક્ત ઉપક્રમે શેઠ આર.જે.જે. હાઈસ્કૂલના ધનજીશા ફકીરજી જોખી કલ્ચરલ હોલમાં પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આંગણવાડીના ધો. 1 અને 9માં પ્રવેશ લેનારા બાળકોનું તિલક દ્વારા શાળાના શિક્ષિકા કોકિલાબેને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, નવસારી પાલિકાના પ્રમુખ કાંતિભાઈ પટેલ, ચીફ એન્જિનિયર રાજુભાઈ ગુપ્તા, લાયઝન ઓફિસર તરીકે આચાર્ય ભરતભાઈ નાયક, વિમલબેન ટંડેલ, શાસનાધિકારી કચેરીમાંથી શિશિર દાદાવાલા અને શાળાના ટ્રસ્ટી નોશીર સબાવાલા ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના બાળકોને મહેમાનો દ્વારા રમકડાનું વિતરણ થયું હતું. નોશીર સબાવાલાએ શાળા પરિવાર વતી મહેમાનોનું સ્વાગત ફળોની ટોપલી દ્વારા કર્યું હતું. ધો. 1ના બાળકોને દફતર વિતરણ કરાયું હતું. ધો. 9ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરાયું હતું. મહેમાનોના હસ્તે ધો. 10 બોર્ડની પરીક્ષામાં એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્નેહ ભેટ દ્વારા સન્માન કરાયું હતું. શાળાના વિદ્યાર્થી ડેવિડ ટંડેલે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પ્રખરતા શોધ પરીક્ષામાં અંગ્રેજીમાં સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ અને ગણિતમાં પાંચમો ક્રમ મેળવવા બદલ તેમજ કુડોમાં નેશનલ લેવલે ત્રીજો ક્રમ મેળવનાર ઓમ સોની તેમજ જિલ્લામાં યોગાસનમાં પ્રથમ આવેલો આયુષ ઠાકોરનું સ્નેહભેટ આપી સન્માન કરાયું હતું. મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. સરસ્વતિ સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને સાઈકલ વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...