તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળીની સભા મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળીની વાર્ષિક સાધારણ સભા રામજી મંદિર, નવસારીનાં સભાખંડમાં મળી હતી. સર્વધર્મ પ્રાર્થના બાદ ગત વર્ષે અવસાન પામેલાં સભ્યો તથા રાષ્ટ્રના સૈન્યનાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.મુખ્ય અતિથિ ગુજરાત સ્ટેટ ફેડરેશનનાં પ્રમુખ મણીભાઇ સુથાર, ફેડરેશનનાં ટ્રસ્ટી ઇશ્વર વશી, પ્રમુખ દિનેશભાઇ મિસ્ત્રી તથા હોદ્દેદારોનાં હસ્તે દીપપ્રાગટ્ય કરાયા બાદ સભામાં ઉપસ્થિત સભ્યોને પ્રમુખ દિનેશભાઇ મિસ્ત્રીએ આવકાર આપી સંગઠનની જરૂરિયાત તથા આર્થિક સહયોગની વાર્તા કહી.મંત્રી મણીભાઇ પટેલે ગત વર્ષની સભાની નોંધ રજૂઆત કરી. ખજાનચી મગનભાઇ નાયકે ગત વર્ષનાં હિસાબો તથા મળેલા દાનની વિગતો જાહેર કરી હતી. મહામંડળના ટ્રસ્ટી ઇશ્વરભાઇ વશીએ જિલ્લા કક્ષાના પેન્શનર મંડળ અંગે વિગતો આપી. ફેડરેશન પ્રમુખ મણીભાઇ સુથારે પેન્શનરોની માહિતી સામે સરકાર પાસે માંગણી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 2018-19 તથા 2019-20 નાં વર્ષનાં પ્રમુખ દિનેશભાઇ મિસ્ત્રી તથા ઉપપ્રમુખ સુશીલાબેન નાયક, મણીભાઇ પટેલ ખજાનચી મગનભાઇ નાયક વગેરે ટીમની સર્વાનુમતે પસંદગી કરાઇ હતી. આભારદર્શન સુશીલાબેન નાયકે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...