તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીના તળાવમાં 6 દિવસનું જ પાણી, આજથી એક જ ટાઈમ અપાશે

નવસારીના તળાવમાં 6 દિવસનું જ પાણી, આજથી એક જ ટાઈમ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી શહેર માટે પીવાના પાણીની પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ છે. શહેરના દુધિયા તળાવમાં માંડ 6 દિવસ ચાલે એટલું જ પાણી બાકી રહ્યું છે અને નહેરનું રોટેશમ પણ હાલ ન હોવાથી નગરપાલિકાએ અઠવાડિયાના તમામ 7 દિવસ માત્ર 1 જ ટાઈમ પાણી આપવાનો નિર્ણય લઈ લીધો છે. જો નહેરનું પાણી ન મળે તો આનાથી પણ કપરી સ્થિતિ આવી શકે છે.

નવસારી પાલિકાની પાણી યોજના નહેર આધારિત હોય ડેમમાં ગત સાલ પાણી ઓછુ હોવાથી નવસારી શહેરને નહેરના પાણીનો જથ્થો છેલ્લા 7 મહિનાથી (ડિસેમ્બરથી આજદિન સુધી) ઓછો અપાતો રહ્યો છે. નહેરનું પાણી ઓછુ મળતા નગરપાલિકાએ શહેરીજનોને અપાતા પાણીમાં કાપ મુક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અઠવાડિયામાં 4 દિવસ બે ટાઈમ અને 3 દિવસ એક જ ટાઈમ પાણી અપાઈ રહ્યું છે. એમાંય તળાવમાં પાણી ક્રમશ: ઘટતું રહેતા એકાદ અઠવાડિયાથી તો બોરનું પાણી પણ મિક્સ કરી અપાઈ રહ્યું છે.

હવે સ્થિતિ વધુ બગડી છે. વરસાદ પૂરતો પડવાનો શરૂ થયો નથી, ડેમમાં પણ પાણીની આવક વધી નથી એ સ્થિતિમાં નવસારીના દુધિયાતળાવમાં શહેરીજનોને માત્ર 6 દિવસ જ પાણી આપી શકાય એટલું પાણી બાકી રહેતા મુશ્કેલીમાં વધારો થયો છે. આ બાબતને ધ્યાને લઈ પાણીની સમસ્યા ‘અત્યંત’ વિકટ ન બને (વિકટ તો છે જ) તે ધ્યાને લઈને નવસારી નગરપાલિકાએ શહેરીજનોને અપાતા પાણીના જથ્થામાં વધુ ‘કાપ’ મુકવાનો આજે ગુરૂવારે નિર્ણય લીધો હતો. હાલ ત્રણ દિવસ જ એક ટાઈમ પાણી અપાય છે. તેની જગ્યાએ શુક્રવારથી અઠવાડિયાના તમામ 7 દિવસ બે ટાઈમની જગ્યાએ માત્ર એક જ ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે.

નવસારીના દુધિયા તળાવમાં પાણી ઓછું હોવાથી એક ટાઇમ અપાશે. તસવીર-ભદ્રેશ નાયક

વિજલપોર પાલિકા નગરજનોને પાણી ક્યારે અપાશે ω?
નવસારી નજીકની વિજલપોર પાલિકાએ પણ નહેરના પાણી આધારિત પાણી યોજના બનાવી છે. યોજના તૈયાર થઈ ગઈ છે પરંતુ નવસારી પાલિકા સાથે પાણીની તકરારને લઈને યોજના કાર્યરત થઈ શકી નથી. જિલ્લા કલેકટરે જોકે આ તકરારમાં નવસારી પાલિકાને તેના જથ્થામાંથી વિજલપોર પાલિકાને પાણી આપવા આદેશ આપ્યો છે. બે પાલિકા વચ્ચે કરાર તૈયાર થઈ રહ્યો છે પરંતુ પ્રશ્ન એ છે કે હાલ નહેરના પાણીની અછતમાં વિજલપોર પાલિકાને પાણી આપી શકાશે ω અને અપાશે તો ક્યારે ω

નહેરના પાણી માટે રજૂઆત
નહેરનું પાણી નવસારીને મળે તે માટે રજૂઆત કરાઈ છે. ધારાસભ્ય પિયુષભાઈએ પણ રજૂઆત કરી છે અને પાણી નજીકના દિવસોમાં મળશે એવી ધારણા છે. જોકે આ પાણી ‘લો લેવલે’ મળશે અને ઓછુ મળશે તેથી કરકસર તો કરવી જ પડશે. રાજુ ગુપ્તા, મ્યુનિસિપલ ઈજનેર, પાલિકા

પાલિકાની દુધિયા તળાવમાં પાણી ઠાલવવાની ગણતરી ઉંધી પડી
છેલ્લા કેટલાક દિવસથી નવસારી નગરપાલિકા એવી ગણતરી કરી રહી છે કે જૂન માસમાં વરસાદ શરૂ થશે અને ડેમમાં પણ પાણીનો વધારો થતા દુધિયા તળાવમાં પાણીની આવક થશે, જેથી દૂધિયા તળાવ ભરાતા શહેરીજનોને પૂરતું પાણી આપી શકાશે. જોકે જૂન માસનો અંત આવવા છતાં વરસાદ પૂરતો શરૂ ન થતા ગણતરીઓ ઉંધી પડી છે અને પાલિકાએ પાણીમાં વધુ કાપ મુકવાની ફરજ પડી છે.

કેનાલનું લીકેજ પાણી અપાશે
તળાવમાં પાણી ઓછુ હોય નહેરનું પાણી આપવા નવસારી પાલિકાનો પત્ર અમને મળ્યો છે. પિયુષભાઈની પણ રજૂઆત આવી છે. આ સ્થિતિમાં હાલ નહેરનું રોટેશન તો નથી પરંતુ મેઈન કેનાલનું લિકેજ પાણી નવસારીને અપાશે, જોકે પાણીનો જથ્થો ઓછો હશે. -વી.સી. પટેલ, અધિકારી, અંબિકા ડિવિઝન નહેર વિભાગ

અન્ય સમાચારો પણ છે...