તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • હપ્તાની માંગનાર પોલીસ જવાન સામે કાર્યવાહી કરવા માંગ

હપ્તાની માંગનાર પોલીસ જવાન સામે કાર્યવાહી કરવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ જવાનો દ્વારા તપાસના નામે હેરાનગતિ કરાતી હોવાની લેખિત ફરિયાદ જિલ્લા પોલીસ વડાને અષ્ટગામની મહિલાએ કરી છે. લેખિત રજૂઆતમાં તેણે જણાવેલ છે કે પોલીસ ઘરમાં આવી શોધખોળ કરે છે અને નાણાની માંગણી કરી ઉપલી અધિકારીને હપ્તા પહોંચાડવાનું જણાવી તે અંગે તાકીદ કરતો રહે છે. ઘર વાળો ક્યાંય પણ નવસારીમાં દેખાશે તો માર મારી હાથ ટાંટીયા તોડી નાંખીશ એવી ધમકીઓ આપી હતી. જ્યારે પણ તે તપાસ અર્થે આવે ત્યારે નશો કરેલી હાલતમાં જ હોય છે. દારૂના અડ્ડાઓ બંધ થાય પરંતુ ઉપલી અધિકારીઓના નામે 1000 રૂપિયા પડાવી લેનાર તે શખ્શ સામે કાર્યવાહી કરવાની માંગ અષ્ટગામની મહિલાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...