તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોર સ્વામિનારાયણ મદિરે સત્સંગ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક એકાંતિક સંત છે. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના આદર્શ શિષ્ય તથા દાસાનુદાસ છે. તેમનામા અનન્ય ભક્તિ જોવા મળે છે. મહંતસ્વામી મહારાજ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી હરિકૃષ્ણ મહારાજને આગળ રાખે છે અથવા પોતે હરિકૃષ્ણ મહારાજને હાથમાં લઈ ચાલતા જોવા મળે છે. એમની પરાભક્તિ અનન્ય છે. ઉપરોક્ત શબ્દો વિજલપોર સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંતસ્વામીની પ્રતિક જન્મજયંતી સત્સંગ સભાને સંબોધતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી ડો. પૂર્ણકામસ્વામીએ ઉચ્ચાર્યા હતા. ડો. પૂર્ણકામસ્વામીએ કથામૃતનું રસપાન કરાવતા પૂ. મહંતસ્વામીના દિવ્ય ગુણો અને સાધુતા તથા પંચવર્તમાનની દૃઢતા, અષ્ટપ્રકારે સ્ત્રીધનના ત્યાગી, અહમ શક્યતાની પ્રસંગો વર્ણવી પ્રતિતિ કરાવી હતી. તેઓએ સાધુ થવાનું છે એમ નક્કી કરી સામાન્ય કોલેજમાં લીધેલો પ્રવેશ રદ કરી આણંદની કૃષિ યુનિ.માં પ્રવેશ લીધો હતો. કેમ કે તે સમયમાં કૃષિ કોલેજમાં બહેનોને પ્રવેશ અપાતો ન હતો કે બહેનો કૃષિ વિદ્યાશાખામાં પ્રવેશ લેતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...