બાગાયત વિભાગની સહાય માટે અરજી કરવા અપીલ

ખેડૂતો 22મી સુધી અરજી કરી શકશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Navsari - બાગાયત વિભાગની સહાય માટે અરજી કરવા અપીલ
નવસારી જિલ્લાના બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિ (એસ.સી.) ખેડૂતો માટે બાગાયતખાતાની સહાય યોજનાઓનું વિવિધ ઘટકોમાં અરજી કરવા આઇ-ખેડૂત પોર્ટલ 13મીથી 22મી સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ખેડૂત મિત્રો બાગાયતખાતાની વિવિધ યોજનાઓમાં વર્ષ 2018-19 દરમિયાન લાભ લેવા માંગતા હોય તેઓએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા કચેરીનો સંપર્ક કરી આઇ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ અરજીની પ્રિન્‍ટ કરાવી જરૂરી સાધનિક કાગળો જેવા કે 8-અ, 7-12ની નકલ, જાતિનો દાખલો, આધારકાર્ડની નકીલ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક સાથે દિન-7માં નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જિલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી ફોન નંબર (02637) 281858 સરનામે અચૂક જમા કરવવા જણાવાયું છે, જેથી સહાય યોજનાનો લાભ જે તે ખેડૂત્ને મળી રહે.

X
Navsari - બાગાયત વિભાગની સહાય માટે અરજી કરવા અપીલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App