Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - જિલ્લામાં ડેંગ્યુના 21 કેસ, 137 શંકાસ્પદ, તંત્ર હરકતમાં

જિલ્લામાં ડેંગ્યુના 21 કેસ, 137 શંકાસ્પદ, તંત્ર હરકતમાં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:10 AM

રોગચાળો | સૌથી વધુ જલાલપોર તાલુકામાં 11 અને પછી નવસારીમાં 6 કેસ પોઝિટિવ મળી આવ્યા

  • Navsari - જિલ્લામાં ડેંગ્યુના 21 કેસ, 137 શંકાસ્પદ, તંત્ર હરકતમાં
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ડેંગ્યુનો વાવર ફેલાયો છે. જેને લઈ આરોગ્યતંત્ર દોડતુ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 21 ડેગ્યુના કેસ નોંધાયા છે. જ્યારે 137 શંકાસ્પદ હોવાની માહિતી સાંપડી છે.

    નવસારીમાં છેલ્લા કેટલાક સમયથી એકલદોકલ ડેંગ્યુના કેસ દેખાયા હતા પરંતુ તંત્રએ તે બાબતે ગંભીરતાથી નહીં લેતા આખરે જિલ્લામાં આ ડેંગ્યુનો આંકડો હવે 21 ઉપર પહોંચી ગયો છે. જેમાં ઘણાંને સારવાર આપવામાં આવી છે. જ્યારે કેટલાક વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં સૌથી વધુ ડેંગ્યુનો ફેલાવો જલાલપોર તાલુકામાં અને તેમાંય વિજલપોર શહેરમાં જોવા મળ્યો છે. આ વિસ્તારમાં કુલ 11 કેસ નોંધાયા છે જે જિલ્લામાં સૌથી વધુ છે. આ ઉપરાંત નવસારી શહેરમાં કુલ 6 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ચીખલીમાં 2, ખેરગામ અને વાંસદામાં 1-1 કેસ નોંધાયો છે. ડેંગ્યુને નાથવા જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે અને ટીમો બનાવી અભિયાન છેડ્યું છે પરંતુ ડેંગ્યુને રોકવુ એ માટે પણ તંત્ર માટે માથાનો દુ:ખાવો બન્યો છે. અગાઉ વિજલપોર વિસ્તારમાં ડેંગ્યુના કેસ દેખાયા બાદ વિજલપોર પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ હતી છતાં પણ તે આગળ વધી ચૂક્યો છે એ જોતા તંત્ર નિષ્ફળ ગયાનું જણાય રહ્યું છે.

    ડેંગ્યુ અંગે ચકાસણી કરી રહેલી આરોગ્યની ટીમ.

    આ છે ડેંગ્યુનાં લક્ષણો

    સખત તાવ આવે છે, જલ્દી ઉતરતો નથી

    માથાના આગળના ભાગમાં દુ:ખાવો અને કમરમાં દુ:ખાવો

    સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો

    છાતી અને હાથ પર ઓપી જેવા દાણા

    ઉબકા-ઉલટી ભુખ ન લાગવી અને બેસ્વાદ, કબજીયાત.

    તંત્રએ કામગીરી શરૂ કરી જ છે

    જિલ્લામાં ડેંગ્યુને આગળ વધતો અટકાવવા આરોગ્ય વિભાગ કામગીરી કરી જ રહ્યું છે. આરોગ્ય વિભાગના તમામ 200થી વધુ કર્મીઓ અને આશાવર્કર બહેનોએ જ્યાં પાણીનો ભરાવો થાય છે અને મચ્છરના બ્રિડિંગની શક્યતા છે ત્યાં ફોગીંગ સહિતની કામગીરી ચાલી જ રહી છે. ડો. પિનાકીનભાઈ, મેલેરિયા અધિકારી, નવસારી

  • Navsari - જિલ્લામાં ડેંગ્યુના 21 કેસ, 137 શંકાસ્પદ, તંત્ર હરકતમાં
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ