Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - ટેમ્પોમાંથી 32.14 લાખના દારૂના જથ્થા સાથે 1ની અટક, 3 વોન્ટેડ

ટેમ્પોમાંથી 32.14 લાખના દારૂના જથ્થા સાથે 1ની અટક, 3 વોન્ટેડ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:10 AM

નેશનલ હાઇવે નં. 48 પર ઉન નજીક આરઆરસેલની કાર્યવાહી

  • Navsari - ટેમ્પોમાંથી 32.14 લાખના દારૂના જથ્થા સાથે 1ની અટક, 3 વોન્ટેડ
    નવસારીમાં મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર ઉન ગામ નજીક સુરત આર.આર.સેલની ટીમે રૂ. 32.14 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ટેમ્પોમાંથી ઝડપી પાડી એકની અટક કરી અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી તપાસ ગ્રામ્ય પોલીસને સુપરત કરી છે.

    સુરત આર.આર.સેલની ટીમે નવસારીની હદમાં ને.હા.નં. 48 ઉપર ઉન નજીકથી પસાર થતા ઈંગ્લીશ દારૂના જથ્થાને ઝડપી પાડયો હતો. મળેલી બાતમીના આધારે આર.આર.સેલની ટીમે ઉન ગામની હદમાં હાઈવે ઉપરથી પસાર થતી વખતે ટેમ્પો (નં. એમએચ-46-એએફ-4482)ને અટકાવી તેમાં તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન પોલીસને ટેમ્પોમાંથી રૂ. 31.14 લાખની કિંમતની 5700 નંગ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 10 લાખનો ટેમ્પો મળી કુલ રૂ. 42,25,500નો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર રાજકુમાર જાટની અટક કરી હતી. તેની પૂછતાછ કરતા આ દારૂ હરિયાણાના ગુડગાંવથી સુનિલ નામના શખ્સે ભરાવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ