Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - નવસારી દશેરા ટેકરીમાં અપૂરતા દબાણથી પાણી આવતું હોવાની પુન: બૂમરાણ શરૂ

નવસારી દશેરા ટેકરીમાં અપૂરતા દબાણથી પાણી આવતું હોવાની પુન: બૂમરાણ શરૂ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:10 AM

Navsari News - આગામી દિવસોમાં પાલિકા પર મોરચો લઇ જવાની સ્થાનિકોની તૈયારી

  • Navsari - નવસારી દશેરા ટેકરીમાં અપૂરતા દબાણથી પાણી આવતું હોવાની પુન: બૂમરાણ શરૂ
    નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં ઓછા દબાણથી પીવાનું પાણી આવતું હોવાની બૂમરાણ પુન: એક વખત ઉઠી છે. કેટલાક લોકોએ આજે આ બાબતે ચૂંટાયેલા પાલિકા સભ્યને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં પાલિકા કચેરીએ પાણીની આ સમસ્યાને લઈ મોરચો જવાની શક્યતા છે.

    નવસારીમાં દશેરા ટેકરી વિસ્તારમાં વર્ષોથી પીવાનું પાણી ઓછા દબાણથી મળતું હોવાની બૂમરાણ સમયાંતરે ઉઠતી રહી છે. તાજેતરમાં જ નવસારી પાલિકા દ્વારા પાણી પુરું પાડવાની વ્યવસ્થા કરી હતી પરંતુ હજી પણ સ્થિતિ જૈસે થે જ રહી છે. આજે પુન: કેટલાક લોકો ં ભેગા થઈ ગયા હતા અને પાલિકા કોર્પોરેટરને પાણી નહીં પહોંચતુ હોવાની રજૂઆત કરી હતી. પાલિકા સભ્ય પ્રમોદભાઈ રાઠોડે રજૂઆત સાંભળી હતી. લોકોએ ઘરમાં મુકેલી મોટર અંગે બળાપો ઠાલવ્યો હતો અને પાલિકા દ્વારા આવા મોટરથી પાણી ખેંચનારા લોકો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

    લોકોએ સમજણ દાખવવી જોઈએ

    દશેરા ટેકરીમાં ઘણાં લોકોને પાણી અપૂરતા દબાણથી મળે છે ત્યારે તેવા લોકોનો આક્રોશ છે પરંતુ જે લોકો મોટર ચલાવી પાણી ખેંચે છે તેઓ ધ્યાન રાખી અન્ય લોકોને પાણીની અગવડ ન પડે તેનું ધ્યાન રાખી મોટરથી પાણી ખેંચવું ન જોઈએ. પ્રમોદભાઈ રાઠોડ, પાલિકા સભ્ય, નવસારી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ