તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • જીવનમાં કર્મ માત્ર ભક્તિરૂપ કરવામાં આવે તો સુખ શાંતિ મળે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનમાં કર્મ માત્ર ભક્તિરૂપ કરવામાં આવે તો સુખ-શાંતિ મળે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રગટગુણાતીત સંત-સદપુરુષ કલ્યાણ કરી શકે.કર્મ માત્ર ભક્તિરૂપ કરવામાં આવે તો સુખ શાંતિ બ્રહ્મ પણ એક અને પરબ્રહ્મ પણ એક છે. શ્રીજી મહારાજ વર્તમાનકાળે પ.પૂ.મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. આપણને એમની ઓળખાણ પ્રમુખ સ્વામી બાપાએ કરાવી છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે વિશાળ રવિસત્સંગ સભાને સંબોધતાં સંગીતજ્ઞ સંત પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં.

પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ બાળકોએ રજૂ કરેલ નીલકંઠવરણી ચરિત્ર પારાયણના સુંદર કાર્યક્રમ માટે બાળકો અને પૂ.સંતપ્રિય સ્વામીને ધન્યવાદ પાઠવ્યા હતાં.બાળમંડળના વિકાસમાં પ્રમુખ સ્વામી બાપાએ જે પ્રેરણા પૂરી પાડી હતી તે અજોડ-અદ્ધિતીય છે તેમ જણાવી પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ કીર્તન રજૂ કરી સૌને કીર્તન ભક્તિમાં લીન કરી દીધા હતાં.ડો.પૂર્ણકામ સ્વામીએ પારાયણપૂજન વિધિ અને શાંતિપાઠ વદોક્ત વિધિ અનુસાર કરાવ્યાં હતાં.નીલકંઠ ચરિત્ર બાળ પારાયણની ઝલકમાં આશરે 175 ઉપરાંત બાળકોએ ભાગ લીધો હતો.વિવિધ વેશભૂષામાં સજ્જ થઇને બાળકોએ વાજતે-ગાજતે અને નાચતે-કૂદતે પોથીયાત્રા કાઢી હતી. નીલકંઠ વરણીના વનવિચરણ દરમિયાન માત્ર 11 વર્ષના બાળકે નીડરતા અંતિકઠણ તપશ્ર્વર્યા,હિંસક પ્રાણીઓથી પણ ડર્યા વિના દૂર્ગમ પહાડી અને ગાઢ જંગલમાં વનવિચરણના શબ્દચિત્રથી સ્ટેજ ઉપર અનુરૂપ વાતાવરણ ખડું થતું જોવા મળ્યું હતું. વાસી શહેરમાં પક્ષીની હિંસા થતી જોઇ બળયું શહેર તેમ કહી આગળ ચાલવા જતાં શહેરમાં આગ ભભૂકી ઉઠેલી જોઇને પાણીમાં કૂદી પડ્યા અને આગ ઠરી ગઇ.

હવેથી આવી વાણી ઉચ્ચારવાની પ્રતિજ્ઞા લઇ આગળ વાંસીપુર રાજ્યના રાજાનાં મહેલમાં રાજકુંવરી સાથે લગ્ન કરી રાજ્ય સંભાળવાનું જણાવતાં તેનો ત્યાગ કરી આગળ નીકળી ગયાં તાંત્રિક પીળેકનું જીવન પરિવર્તન દર્શવાયું હતુ. ગંગાસાગર જગન્નાથપુરી-અસુરોના નાશ સેવકરામની સેવા કરી કૃતદનીથી દૂર રહેવાની શીખ આપણને આપી,આમ 7 વર્ષ ઉપરાંત વિચરણ કરી ગુજરાતના સૌરાષ્ટ્રમાં લોજ ગામે રામાનંદ સ્વામીના આશ્રમમાં રોકાયા ત્યાં સુધીની કથા બાળકોએ નૃત્યનાટિકા સ્વરૂપે રજૂ કરી હતી.

સ્વામીનારાયણ મંદિરે નીલકંઠવર્ણી ચરિત્ર પારાયણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો