તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • આહવાથી ગલકુંડ શામગહાન માર્ગ પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય ફેલાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આહવાથી-ગલકુંડ-શામગહાન માર્ગ પર ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય ફેલાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના બરડીપાડાથી મહાલ, આહવા થઈ શામગહાન સાપુતારા થઈ વની મહારાષ્ટ્ર સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમાવેશ કરતા કેટલાક સમયથી માર્ગોમાં પડેલા ખાડાના પગલે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

મળતી માહિતી અનુસાર ડાંગના છેવાડાના બરડીપાડાથી આહવા-શામગહાન થઈ સાપુતારા-વની સુધીનો માર્ગ રાજ્ય ધોરીમાર્ગ પાસેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમાવેશ કરાયો છે.

ડાંગમાં ગીચ જંગલોમાં ગણનાપાત્ર બરડીપાડા, મહાલ અભ્યારણ વિસ્તારમાંથી આવતો હોય અહીં માર્ગ પહોળો કરવા ભોપાલથી મંજૂરી લેવી પડે છે. જેથી વિસ્તારમાં માર્ગના કામો કરવા વિલંબ થઈ રહ્યો છે. જ્યારે આહવાથી ગલકુંડ શામગહાન, સાપુતારા વિસ્તારમાં વન વિભાગની પરમિશન મળી જાય છે તેમ છતાં કેટલાક સમયથી રાજ્ય ધોરીમાર્ગ વિભાગમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમાવેશ થયેલા માર્ગની મરામતની કામગીરી હાથ ધરાતા આહવા-બોરખલ, ગલકુંડ, શામગહાનથી સાપુતારા સુધીનો માર્ગ અત્યંત બિસમાર થઈ જતા માર્ગ પરથી પસાર થતા પ્રવાસીઓ સહિત માલવાહક ટ્રક-ટેમ્પોના ચાલકોને હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી છે.

અધૂરામાં પુરૂ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની કચેરી નવસારી ખાતે કાર્યરત હોય ડાંગમાં માર્ગની દેખરેખનો અભાવ પણ જણાઈ રહ્યો છે. તેવામાં નેશનલ હાઈવે ઓથોરિટી ડાંગના બિસમાર માર્ગને સત્વરે મરામત કામગીરી હાથ ધરે તેવી માગ ઉઠવા પામી છે.

આહવાથી ગલકુંડ-શામગહાન માર્ગ પર ઠેર ઠેર પડેલા ખાડા. તસવીર-પાંડુચૌધરી

માર્ગને રાજ્યમાંથી રાષ્ટ્રીયધોરી માર્ગમાં સમાવેશ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો