તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારીમાં યોજાયેલ નેશનલ સાઇકોલોજી સેમિનાર સંપન્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં યોજાયેલ નેશનલ સાઇકોલોજી સેમિનાર સંપન્ન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલકોન્ફરન્સ ઓફ સાયકોલોજીનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ ડૉ.સી.બી.જાડેજા (વાઇસ ચાન્સેલર.કચ્છ યુનિવર્સીટી) ના અધ્યક્ષપદે યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.બી.એ.પરીખ (એક્સ વાઇસ યાન્સેલર.નર્મદ યુનિવર્સિટી), ગાર્ડા ટ્રસ્ટના સેક્રેટરી કેરસીભાઇ દેબુ, ગાર્ડા ટ્રસ્ટના ટ્રસ્ટી યઝદીભાઇ કાસદ, ટ્રસ્ટી નેવીલભાઇ દેબુ, ડો.ઉપેન ભટ્ટ, ડો.ગૂંથે ઉપસ્થિત રહ્યા હતા.

ગાર્ડા કોલેજના આચાર્ય ડો.ધર્મવીર ગુર્જરે સૌ મહેમાનોને આવકાર્યા હતા અને ત્રણ દિવસ દરમિયાન કોન્ફરન્સમાં આવેલાઅધ્યાપકો અને વિદ્યાર્થીઓને કોઇ તકલીફ પડે તેની સંપૂર્ણ કાળજી રાખવા માટે અને કોન્ફરન્સની સફળતા માટેનો સંપૂર્ણ યશ ગાર્ડા કોલેજની ટીમ અને નવીનભાઇની ટીમને આપ્યો હતો.ડૉ.નવીનભાઇએ કોન્ફરન્સના ત્રણ દિવસનો રિપોર્ટ રજૂ કર્યો હતો.કેરસીભાઇ દેબુએ મનોવિજ્ઞાન વિષયમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જોડાયા તે માટે અધ્યાપકોને કાઉન્સ્લિંગ કરવા જણાવ્યું હતું. ડો.બી.એ પરીખે એમ નો અભ્યાસ ગાર્ડા કોલેજમાં કર્યો હતો તે સંસ્મરણો યાદ કર્યા હતાં.ડો.જાડેજા સાહેબે દક્ષિણ ગુજરાતમાં મનોવિજ્ઞાન વિષયનો વધુ વિકાસ થાય એના પર ભાર મૂક્યો હતો. બેસ્ટ પેપર રજૂ કરનાર વિદ્યાર્થી અને અધ્યાપકોને સ્મૃતિ ભેટ આપી નવાજવામાં આવ્યા હતાં.કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ સેવા આપનાર કર્મચારીઓને પણ નવાજવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પોતાના પ્રતિભાવો આપતા વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો.

બેસ્ટ પેપર રજૂ કરનારા અધ્પાપકોનું સન્માન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો