તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • પી.એમ.મોદીના જન્મદિનની ઉજવણી સાથે પસ્તીદાનનો વર્લ્ડ રેકર્ડ બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પી.એમ.મોદીના જન્મદિનની ઉજવણી સાથે પસ્તીદાનનો વર્લ્ડ રેકર્ડ બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નેરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરમાં પસ્તીદાનનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવનાર છે. તેમાં પસ્તીદાન થકી એકઠી થયેલી રકમનો ચેક વડાપ્રધાનને વડાપ્રધાન રીલીફ ફંડમાં અર્પણ કરવામાં આવશે.

વડાપ્રધાનમોદીના જન્મ દિવસની ઉજવણી વર્ષે નવસારી ખાતે ઉજવવામાં આવનાર છે. માટેની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. સાથે સાથે શહેરમાં લોકોના ઘરે ઘરે જઇને પસ્તી એકઠું કરવાનુ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યુ છે. પસ્તીને કારણે એકત્ર થયેલી રકમનો ચેક આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન રીલીફ ફંડમાં આપવામાં આવનાર છે. જેથી પસ્તીદાન થકી 20 લાખ કરતા વધુ રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક હાલમાં નક્કી કરાયો છે. તેમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના નેજા હેઠળ પસ્તીદાનથી પુસ્તક દાનનો સફળ કાર્યક્રમ અગાઉ કરનાર વ્રજેશ ઉનડકડ અને તેના કાર્યકરો સાથે અત્યાર સુધીમાં 1 લાખ 30 હજાર પસ્તી એકઠી કરવામાં આવી છે. જ્યારે આગામી 17મી સપ્ટેમ્બર સુધીમાં તેમાં વધારો થવાની પણ શકયતા રહેલી છે. પસ્તીદાન કાર્યક્રમમાં લોકોના ઘરે ઘરે જઇને પસ્તી ઉઘરાવવામાં આવે છે. તેમાં અત્યાર સુધી 6700 લોકોએ પસ્તીદાન કર્યુ છેે. પસ્તીદાન કરનારનાં નામની નોંધણી પણ કરવામાં આવે છે. જ્યારે આગામી દિવસોમાં આંકડો 10 હજારની આસપાસ પહોંચે તેવી પણ શકયતા રહેલી છે. જેથી 10 હજાર કિલોની આસપાસ લોકોએ પસ્તીદાન કર્યા બાદ વર્લ્ડ રેકોર્ડ માટે સુરત દ્વારા દાવેદારી પણ કરવાના છે.

10 લાખ લોકો પાસે પસ્તીદાન કરાવવાની તેયારી શરૂ કરાઈ

ઘરે ઘરે જઇ અત્યાર સુધી 1 લાખ 30 હજાર કિલો પસ્તી એકત્ર કરાઈ

હાલ રેકર્ડ મુંબઇના નામે

મુંબઇવાસીઓએઅગાઉ 1 લાખ 13 હજાર કિલો પસ્તી એકઠી કરી હતી. જ્યારે સુરતીઓ દ્વારા અત્યાર સુધીમાં 1 લાખ 30 હજાર કિલો પસ્તી એકઠી કરી છે. પસ્તીદાનનો કાર્યક્રમ 16મી સપ્ટેમ્બરના રોજ પુરો થાય તે પહેલા રેકોર્ડ સુરતના નામે થવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો