તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધજન શાળાનું એકાંકી નાટક રાજ્યમાં પ્રથમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માનવકલ્યાણ ટ્રસ્ટ,નવસારી સંચાલિત અંધજન શાળા-શિવારી માળ ડાંગનાં પ્રજ્ઞાચક્ષુ બાળકોની નાટ્યકૃતિએ રાજકોટ,ભાવનગર, સુરેન્દ્રનગર,અમદાવાદ જેવા આઠ મોટા શહેરોની શાળાઓને મહાત કરી સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ રાજ્ય સ્તરની એકાંકી નાટ્ય સ્પર્ધામાં પ્રથમ આવી ટ્રોફી તેમજ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.બાળમજૂરોના તારણહાર નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કૈલાશ સત્યાર્થીના વિષય વસ્તુવાળા એકાંકીનાં સંયુક્ત લેખક જશાપાલ દેસાઇ અને જયપ્રકાશ મહેતાએ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક જગદીશ મકવાણા સાથે રહી પાંચથી પંદર વર્ષના અંધ વિદ્યાર્થીઓ પાસે નાટક તૈયાર કરાવ્યું.નાટકની વર્ષની બાળ કલાકાર ગૌરી શાર્દુલ અને અંકિત ચૌધરીને બેસ્ટ એકટર ફીમેઇલ અને મેઇલના ઇનામો મળ્યા,નાટકની નેપથ્યની કામગીરી યોગેશ્વરીબેન તેમજ ગુલાબભાઇ વળવીએ સંભાળી હતી શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક અશોકભાઇએ સંગીત તૈયાર કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો