તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • પાણી પક્ષી અને પર્યાવરણ માટે ઠોસ પ્રવૃત્તિ જરૂરી છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી-પક્ષી અને પર્યાવરણ માટે ઠોસ પ્રવૃત્તિ જરૂરી છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવા-મૈત્રીઅને આરોગ્યના હેતુ સાથે કામ કરતી રેડક્રોસની યુવા પાંખ જુનિયર રેડક્રોસની પ્રવૃત્તિને અમલમાં મુકતી નવસારી અને જિલ્લાના પ્રા.શાળા/હાઇસ્કુલના 48 કાઉન્સેલર શિક્ષકો અને 90 વિદ્યાર્થીઓનો એક દિવસીય કાર્ય શિબિરનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે, યુવાવયમાં બીજાને મદદગાર તથા રાષ્ટ્ર નિર્માણ માટેની ભાવનાનું સિંચન કરવા જુનિયર રેડક્રોસની પ્રવૃત્તિમાં વધુ ભાગીદાર થાય તે જરૂરી છે.

પર્યાવરણ- ચકલી બચાવો અભિયાન અને જુનિયર રેડક્રોસને સાંકળતા વન વનસ્પતિ તજજ્ઞ પ્રા.ડો. આદિલ કાઝીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ તરફ સમજથી વાળે તે સાચો કાઉન્સેલર છે. અને માટે બદલાવની જરૂરિયાત છે. રેલી, સભા, સરઘસ, સેમિનારો થયા કરે છે પરંતુ ફલશ્રુતિ અમલમાં મુકાવી જોઇએ. પાણી-પક્ષી અને પર્યાવરણ બચાવવા સંવેદના સભર ઠોસ પ્રવૃત્તિની જરૂર છે. મોબાઇલના તરંગોએ પક્ષી જગતને વધુ નુકશાન પહોંચાડયું છે.

જુનિયર અને યુથ રેડક્રોસના સ્ટેટ ડાયરેકટર નરેશ ગોહિલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી રેડક્રોસ તથા જુનિયર રેડક્રોસનો ઉદભવ વિકાસ અને અન્ય જિલ્લાની શાળામાં થતી પ્રવૃત્તિ સમજાવી જણાવ્યું હતું કે, ગુજરાતમાં 60 હજાર વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં કાર્યરત છે. યુવા વયમાં દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી જુનિયર રેડક્રોસની ટીમમાં દાખલ થઇ ઘાયલ સૈનિકો માટે ફંડ એકત્રિકરણ કર્યુ હતું. નાટયવિદ્ પિયુષ ભટ્ટે ઇતર પ્રવૃત્તિઓ દ્વારા સંઘ ભાવના અને આત્મ વિશ્વાસના ગુણો વિદ્યાર્થીઓમાં કેવી રીતે ઉતરે છે તે ઉદાહરણો માટે આપી સમજાવ્યું હતું.

નાયબ વન સરંક્ષક નિશા રાજે વૃક્ષોને દત્તક લેવા, નવસારી નગરપાલિકાના ચીફ એન્જીનિયર રાજુ ગુપ્તાએ નગરને સ્વચ્છ રાખવા અમલમાં મુકાયેલ અભિયાનમાં નાના જુથો બનાવી સહકાર આપવા અપીલ કરી હતી. સમાપન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન માધુભાઇ કથિરીયાએ કાર્ય શિબિરના આયોજનને ધન્યવાદ પાઠવ્યા હતાં.

જુનિયર રેડક્રોસની એક દિવસીય શિબિર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો